________________
ભક્તિના વીસ દોહરા
૧૨૩
આટલી દઢતા માગું છું પ્રભુ ! વધારે દઢતા નહીં. સદ્ગુરુમાં પરમેશ્વર બુદ્ધિ થાય, આવી મારી દૃઢ શ્રદ્ધા થાય - આટલી હું ભાવના કરું છું. આમ, પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીને માગ્યું કે સાચા સદ્ગુરુની પ્રાપ્તિ અને તેમના પ્રત્યે દૃઢ શ્રદ્ધા થાય એવી કૃપા કર.
મંગલ મૂળ સદ્ગુરુ ચરણ, મુજ મન માંગુ સ્થિર; વિઘ્ન હવે હું નહીં ગણું, વસે હૃદયમાં વીર.
મંગલમૂળ સદ્ગુરુ ચરણ – સર્વ પ્રકારના મંગળોનું મૂળ એ સદ્ગુરુનું ચરણ છે. મંગલ એટલે પાપને ગાળે અને પુણ્યને લાવે. મુજ મનમાં હો સ્થિર - આ મારા મનમાં સ્થિર વિચારભાવ રહે કે બધાય મંગલોનું મૂળ, બધાય આત્મહિતના કારણોનું મૂળ એ સદ્ગુરુનું ચરણ છે. વિઘ્ન હવે હું નહી ગણું – હવે મારે કોઈ વિઘ્ન નથી. મારું વિઘ્ન તો મારો અનિશ્ચય હતો. હવે મારો નિશ્ચય થયો. નિશ્ચય થયા પછી કોઈ વિઘ્ન હોતું નથી. વસે હૃદયમાં વી૨ – બસ મારા હૃદયમાં મહાવીર સ્વામી ભગવાન કાયમ માટે બિરાજમાન રહો આવી ભાવના કરી અને આ દોહરો અહીં સમાપ્ત થાય છે.