________________
૬૧૬
ત્રણ મંત્રની માળા
‘કોઈ ભોગી થવાનો બોધ કરે છે તો કોઈ યોગી થવાનો બોધ કરે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ લાગે છે, એવું કેમ છે ?’
આયુષ્યનો ઘણો કાળ વહી ગયા છતાં હું આત્માની સાધના કરી લઉં એનું ભાન જ નથી. જીવ અહમાં અને બફમમાં એમ માને છે કે હું તો ખૂબ સાધના કરું છું, રોજની આઠ કલાક કરું છું. એ બધું કંઈ નથી, બાહ્ય છે. તને હજી મોજશોખમાં અને પરવસ્તુમાં કેમ રુચિ છે? જગતના પદાર્થોને જોવાની અને જાણવાની કેમ આટલી ઉત્કંઠા કે તાલાવેલી જાગે છે ? આટલી ઉંમરે ? હવે તો તારે તારા આત્માનું કલ્યાણ કરવાનું છે. ‘સમય ગોયમ્ મા પમાણે ।’ આ મહાસૂત્ર ભગવાન મહાવીરે આપ્યું છે. હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં. તો તમે ઈડરમાં જશો તો પ્રમાદ વધારે થશે કે કેરાલા જશો તો પ્રમાદ વધારે થશે ? મોજશોખ ક્યાં થશે ? ત્યાં તમે ડૂબી જવાના છો – જોવામાં, ખાવામાં – પીવામાં ને હરવા – ફરવામાં અને કેટલા કર્મના પોટલા બાંધીને આવશો ? આનું નામ ઉપયોગનું ડહોળાઈ જવું.
-
આવી અનેક ક્રિયાઓમાં આપણો ઉપયોગ ડહોળાઈ જાય છે. પછી કલાક, બે કલાક કે ચાર કલાક સાધના કરીએ એ સાધનામાં જે ઉત્સાહ અને રુચિ જાગવા જોઈએ અને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ તે થતી નથી. એટલે બે વસ્તુ છે – એક સાધનાને બાધક કારણોનો ત્યાગ કરો અને બીજું સાધક કારણોના નિમિત્તમાં રહો. આ બન્નેની જરૂર છે. બાધક કારણોનો ત્યાગ ના થાય તો ગમે તેટલી સાધના કરશો તો તેના નિમિત્તે બધી સાધના ધોવાઈ જશે, અને સાધક કારણોને અંગીકાર નહીં કરો તો તમારે જે જ્ઞાનની અને ધ્યાનની વૃદ્ધિ કરવી છે તે પણ નહીં થાય. માટે જે નિમિત્ત તમને આત્મસાધનામાં બાધક થતાં હોય, ભાવોની વિશુદ્ધિ થવામાં બાધક થતાં હોય તેને તમે છોડો. આ તો પરમકૃપાળુદેવે આપણને મંત્ર આપીને ઘેર બેઠા ગંગા આપી છે. તારે જેટલું લસોટવું હોય તેટલું લસોટ. જેટલું લસોટીશ તેટલો આત્માનો કરંટ તને વધારે મળતો જશે, આનંદ વધારે મળતો જશે, શાંતિ વધારે થતી જશે અને મંત્રના માધ્યમથી તારું મિથ્યાત્વ પણ કપાતું જશે. શક્તિ હોય તેટલી લગાડ. એક શ્વાસ નકામો ના જવા દે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૫૦
આપણને એમ લાગે છે કે આપણી બધી પળ સારી જાય છે, પણ બધી વ્યર્થ પળો છે. બહુ ઊંચી વાત નથી કરતો અત્યારે, પણ હકીકતમાં તમે બાહ્ય ભક્તિ, સ્વાધ્યાય ને સત્સંગ