________________
૬૭૨
દુર્લભ એવો મનુષ્યદેહ
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. હું એટલે આત્મા. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહથી હું જુદો છું.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૯, ૫૦ દેહ સાથે આત્માનો નિશ્ચયથી સંબંધ નથી. બન્નેની જાત જ જુદી છે. એક જડ છે ને એક ચેતન છે. બંને પરસ્પરના સંયોગમાં છે. સંયોગી પદાર્થમાં એકત્વબુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ. દેહને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે. આત્મા સિવાય અન્ય કોઈને પણ પોતાના માનવા એ મિથ્યાત્વ છે. ભગવાન પણ મારા નથી. ભગવાન ભગવાનના છે, હું મારો છું, એમ ઘરનાકુટુંબના લોકો પણ મારા નથી. એ એમના કર્મો ભોગવવા માટે આ દેહ સ્વરૂપે આ ઘરમાં દાખલ થયા છે. જેમ હું દાખલ થયો છું એમ એ પણ દાખલ થયા છે અને આ ધુતારાની ટોળકી એકબીજાને ધુતતી રહે છે. “શ્રી નિયમસાર' માં પરિવારજનોને ધુતારાની ટોળકી કહી છે. આપણે એમ માનીએ કે ઘરવાળા બધાય ધુતારા છે, હું ધુતારો નથી પણ તું પણ એનો સભ્ય જ છો. તું બીજાને ધુતે છે, બીજા તને ધુતે છે. બંને અજ્ઞાનથી ધુતારા છે. પહેલાં આટલું દૃઢ કરવાનું કે હું દેહાદિ સ્વરૂપ નથી પણ હું માત્ર આત્મા છું.
આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી એવી દઢતા રાખવી. દેહાદિમાં આત્મા સિવાયનું બધુંય આવી ગયું. ચૌદ રાજલોકના તમામ આત્માઓ અને બાકીના પાંચ દ્રવ્યો એ મારા નથી અને હું તેમનો નથી. હવે જેમાં જેમાં મારાપણું માન્યું, જેમાં જેમાં એત્વપણું કર્યું, જેમાં જેમાં મોહ કર્યો અને એના નિમિત્તે રાગ-દ્વેષ કર્યા તો એ જીવ બંધાવાનો. ભલે પછી આત્માની માળા આખો દિવસ ફેરવતો હોય કે હું આત્મા છું... હું આત્મા છું. હું આત્મા છું. કારણ કે માન્યતાનું ફળ છે. શ્રદ્ધાની વિપરીતતા હોય તો એને અનુરૂપ ફળ થવાનું છે.