________________
૪૪૬
છ પદનો પત્ર જાણવાના વિકલ્પ મૂકી, જાણનારની અંદરમાં ઉપયોગ સ્થિર કરી, જાણનારને જાણો. તો એક આત્માને જાણતાં તું સમગ્ર લોકાલોકને જાણીશ.
જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
– શ્રીમદ્ રાજચંદ્ર – આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ કેટલી સરસ વાત છે ! અનુભવ કરાવી દે એવી વાત છે. જીવ આ લક્ષણ પકડે અને લક્ષણના આધારે અંતર્મુખતાનો પુરુષાર્થ કરે તો અનુભવજ્ઞાન કરાવી દે એવી આ વાત છે. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. તીર્થંકર ભગવાન આવા ઊરધતા ધર્મયુક્ત ચૈતન્યસત્તાને જીવ છે.
જ્ઞાયકતા :-પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. આત્માનું ચોથું લક્ષણ છે. ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ તેના આધારે થાય છે. ભેદવિજ્ઞાનનું કારણ આ જ્ઞાયકપણું છે. એ બતાવે છે કે જડ પદાર્થ અને જીવમાં ભેળસેળ થઈ ગઈ છે, તેને જુદી પાડવી છે. આમાં આખો કર્તા-કર્મ અધિકાર સમાઈ જાય છે. જડ પદાર્થ અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. જડમાં જ્ઞાયકપણું નથી, જીવમાં જ્ઞાયકપણું છે. તો જડથી જીવને જુદો પાડવો હોય તો તે જ્ઞાયકપણાના ગુણ દ્વારા જુદો પડે છે. બીજા ગુણો તો નિર્વિકલ્પ છે. એ તો પકડાતા નથી. પણ જ્ઞાયક ગુણ એવો છે કે જે સવિકલ્પ પણ છે અને નિર્વિકલ્પ પણ છે. આ જ્ઞાયકપણાનો ગુણ ભેદવિજ્ઞાન કરવામાં, અનુભવ કરવામાં ખૂબ સહાયક થાય છે. જીવ જ્યારે ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કરે છે ત્યારે બધાયથી આત્માને જુદો પાડતાં પાડતાં છેલ્લે જે વધે તે જીવ આપણે પકડવાનો છે. જુદું પાડતાં-પાડતાં જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે. તે હાથમાં પકડીને બાકીની મૂકી દઈએ છીએ.
જેની સાથે ભેળસેળ થઈ ગઈ છે એ બધાથી જીવદ્રવ્યને છૂટું પાડવું છે તો તે જ્ઞાયકપણાના ગુણ દ્વારા કેવી રીતે પડે છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ જગતના સ્થળ પદાર્થો દેખાય છે, તે