________________
ભક્તિના વીસ દોહરા દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ સોંપી કે આ સાચવી તો રાખશે. જે ખાઈ ગઈ હતી એને રસોડાનું કામ સોંપ્યું કારણ કે આ ખાવામાં હોંશિયાર છે એટલે બધાને ખવડાવશે. જેણે દાણા ફેંકી દીધા હતા તેને સાફ-સફાઈ કરવાનું સોંપ્યું કે આ સાફ-સફાઈ સારી કરશે. આ ચાર વહુમાંથી આપણો નંબર ક્યાં લાગે એવો છે? પહેલા-બીજામાં નંબર લાગે એવો છે. આપણે પાછળ થોડા હોઈએ? આપણે તો પહેલા જ રહેવાના ને!
આ પરથી સમજવાનું કે પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ના મૂકતા સંઘરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મધર્મ રૂપી ધર્મવૃક્ષને વર્ધમાન કરવું અને પુરુષાર્થ દ્વારા આત્માની આરાધના કરવી. આ કાળમાં એવા જીવોની સંખ્યા બહુ જ અલ્પ છે. સાંભળનારા ઘણા છે. એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાંખે. આપણે પૂછીએ કે તમે સત્સંગમાં ગયા હતા તો શું સાંભળ્યું? તો કહે કે સાહેબ ! ખબર નથી, યાદ નથી આવતું અને કોઈએ પચીસ વર્ષ પહેલાં કોઈ અપશબ્દો કીધા હોય એ કાનો માત્ર સહિત યાદ છે. જુઓ! એટલે જેને જેમાં રસ છે તેને એ વાતની સ્મૃતિ રહે છે. જેને જેમાં રસ નથી તેને એ વાતની સ્મૃતિ પણ રહેતી નથી, ભૂલી જાય છે.
હંમેશાં ભૂલવા જેવા તો જગતના પદાર્થો અને જગતના સુખ છે. એને આપણે વારંવાર યાદ કરીએ છીએ અને જે જ્ઞાનીઓનો બોધ મળ્યો તે ભૂલી જઈએ છીએ. એ જ આપણી અયોગ્યતાની નિશાની છે. પ્રથમ સમકિત થાય પછી સ્વધર્મ સંચય થઈ શકે. જ્યાં સુધી સમ્યગુદર્શન ના થાય ત્યાં સુધી આત્મધર્મ ક્યાં પ્રગટ્યો છે કે એનો સંચય કરે ? તમે ઇચ્છો કે મારે પૈસા ભેગા કરવા છે, પણ તું પહેલા કમાય તો ખરો, પછી ભેગા કર. પૈસા કમાયા વગર ભેગા કરવાના એવું તો ક્યાં થવાનું છે? વાપરવાની વાત તો પછી છે. સપુરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાધે તો તે સમતિ થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે :(૧) અહિંસા ધર્મ (૨) સ્વરૂપચિંતવન ધર્મ (૩) રત્નત્રય (સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રરૂ૫) ધર્મ અને (૪) દસ લક્ષણ ધર્મ.
આ પ્રમાણે સમજીને ધર્મ આરાધે તો આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ પ્રગટ થાય. જો જીવ ધર્મનું સ્વરૂપ સમજીને ધર્મને આરાધે તો તેને આત્માનું સ્વરૂપ સમજાય. બાકી તું ગમે તેટલા વર્ષથી ધર્મ કરતો હોય, પણ ધર્મના સાચા સ્વરૂપને જો સમજ્યો ન હોય તો તું સાચું આચરણ તો ક્યાંથી કરી શકવાનો? ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય – આ બધા આત્માના ધર્મ છે.