________________
ક્ષમાપના
૪૦૫
અને આત્મામાં ઉપયોગ સ્થિર થાય એ જ સાચો ધર્મ છે, બાકીના બધા વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ છે. શરૂઆતમાં ભક્તિ મુખ્ય છે અને તેનું પરિણામ ધર્મ છે. ભક્તિનું પરિણામ સાચો ધર્મ છે. દસલક્ષણ ધર્મ કહો, વસ્તુસ્વભાવમય ધર્મ કહો, અહિંસામય ધર્મ કહો કે રત્નત્રયધર્મ કહો, એ બધા એકાર્યવાચક નામ છે. તે આગળ ઉપર સમજાય છે. જેમ જેમ ભક્તિ, સત્સંગ આદિમાં આગળ આગળ નીકળતો જાય તેમ તેમ દીર્ઘ કાળે સમજાય છે કે આનું નામ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૯ તે આગળ ઉપર સમજાય, તરત ના સમજાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોલબીજની પ્રાપ્તિ થાય છે અને તે બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. દેહને અંગે બીજા કાર્યમાં પ્રવર્તવું પડે, ઉદયને અનુરૂપ બીજા કાર્યમાં પ્રવર્તવું પડે, છતાં નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે, એમ લક્ષ રાખવો. તમે અહીંથી ભલે વિદેશમાં ફરવા જાવ, પણ ભાવના તો પાછી અમદાવાદના પોતાના ઘરમાં આવવાની જ રાખવાની. ફરશો ક્યાં સુધી ? ફરવાનો તે થાકવાનો. તમે ભણવા જાવ કે કમાવા જાવ પણ તમારા મનમાં ભાવના તો એવી છે કે બે મહિને, ચાર મહિને, છ મહિને, બાર મહિને પોતાના દેશમાં અને પોતાના ઘરે આવવું છે. કેમ કે, છેવટે શાંતિ ઘરમાં છે, બહારમાં નથી. બહારમાં ક્યાંય શાંતિ . નથી. ભલે તમે ફાઈવ સ્ટાર હોટલોમાં રહો અને સારામાં સારા ભોજન કરો, પણ ઘરે આવીને જ્યારે ખીચડી ખાશો ત્યારે “હાશ' થશે. ત્યાં સુધી “હાશ નહીં થાય.
રાત-દિવસ, ભગવાનની આજ્ઞામાં હું રહું અને ધર્મધ્યાનમાં પ્રવર્તી એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ એટલે ભાવ થાઓ. ઉપાદેય તો એક માત્ર પોતાનો આત્મા જ છે. એ પ્રાપ્ત કરતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન થતાં જાય છે તેમજ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છૂટતાં જાય છે. મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ જ હો. બસ, હવે મારું બાકીનું જીવન મોક્ષની સફળતા માટે જ હો. હવે દુનિયાના કોઈ પ્રપંચ નહીં, કોઈ સુખ નહીં, કોઈ વહીવટ નહીં, કોઈ હોદ્દા નહીં, કોઈ એટેચમેન્ટ નહીં, બધેથી ડિટેચમેન્ટ અને આત્માના કલ્યાણમાં એટેચમેન્ટ. આત્માનું કલ્યાણ ન થાય એ બધી વસ્તુમાં ડિટેચમેન્ટ.
હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.