________________
૬૪૯
દુર્લભ એવો મનુષ્યદેહ
જે જાણતો અહંતને, દ્રવ્યત્વ ગુણ પર્યયપણે; તે જાણતો નિજ આત્માને, તસુ મોહ પામે લય ખરે.
- શ્રી પ્રવચનસાર - ગાથા - ૮૦ જે જાણતો જ્ઞાનીને દ્રવ્યત્વ ગુણ પર્યય પણે;
તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. પરમાત્મા એ મહાજ્ઞાની છે. એ મળી જાય તો ઉત્તમ છે. પણ ના મળે અને આત્મજ્ઞાની મળે તો પણ આપણા માટે ઘણું છે. કારણ કે, વીરલા જીવો સમ્યફદષ્ટિપણું પામે એવો આ કાળ છે. કેમ કે દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ અને તત્ત્વની યથાર્થતા પ્રાપ્ત થવી એ મહા મહા દુર્લભ છે. શ્રીમાન્ આનંદઘનજી કહે છે,
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર તરવારની.
– શ્રી અનંતનાથજિન સ્તવન સદેવ-ગુરુ-ધર્મની શુદ્ધ શ્રદ્ધા કરવાથી પોતાના આત્માની શુદ્ધ શ્રદ્ધા પ્રગટ થાય છે. એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. સમ્યકજ્ઞાન દુર્લભ નથી, સમ્યફચારિત્રદુર્લભ નથી પણ સમ્યગ્ગદર્શન દુર્લભ છે. તે થયા પછી જ્ઞાન અને ચારિત્ર તો હસ્તકમલવત્ છે.
જ્ઞાની પુરુષોની અત્યંતર દશાને ઓળખવી. બહારમાં એમના ઉદય વિચિત્ર હોઈ શકે છે. ભરત મહારાજા છ ખંડના અધિપતિ હતા. પરમકૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હતા. તેઓ એકાવતારી મોક્ષમાર્ગી પુરુષ છે એવી શ્રદ્ધા કોને થાય? મોટાભાગના લોકોને તે સમયે શ્રદ્ધા ન થઈ, ત્યાગીઓને પણ ન થઈ. પણ એથી ઊલટું અજ્ઞાની ત્યાગીઓ ઉપર મોટા ભાગના લોકોને શ્રદ્ધા થઈ! શ્રી સમતભદ્ર આચાર્યએ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં કહ્યું છે કે મોદી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે; કેમ કે એ મોક્ષમાર્ગી છે, જ્યારે પેલા મોક્ષમાર્ગી નથી. ભલે તેઓ બહારમાં ઊંચું ચારિત્ર ધરાવે છે, શાસ્ત્રજ્ઞાન છે, બધી ક્રિયાઓ કરે છે; જે સારું છે, પણ જેમને આત્મજ્ઞાન નથી તેમને સાચું મુનિપણું નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪