________________
૬૫૮
ન
દુર્લભ એવો મનુષ્યદેહ નક્કી હોય કે હવે જવાનું જ છે એટલે આંખ બંધ જ રાખવાની. કોઈને જોવાનું જ નહીં કે કોણ આવ્યું છે ! લોકોને પણ ખોટું ન લાગે, કારણ કે એ તો બીમાર છે એટલે આંખ ન ઉઘાડે. શ્રી સહજાનંદજી વર્ણી એમ કહેતા કે તમે આંખ બંધ કરી એટલે દુનિયા સાથે કટ થઈ ગયા. જગતના બધા કનેક્શન છૂટી જાય. કારણ કે આંખ દ્વારા આત્મામાં રાગ-દ્વેષ-મોહના વિકારો પ્રવેશે છે. એટલે વર્ણીજી મહારાજ તો મોટા ભાગે આંખ બંધ કરીને અથવા નાસાગ્ર દૃષ્ટિ રાખીને જ બેઠા હોય અને આખો દિવસ કાં તો લખવામાં, કાં તો ચિંતન-મનન-ધ્યાનમાં સમય પસાર કરતા. એટલે આવા મહાપુરુષોની સાથે રહેવા મળે, કે એમના જીવનચરિત્રો વાંચીએ એટલે એ પ્રકારની પ્રેરણા મળે કે સર્વસંગ મહા આશ્રવરૂપ છે. માટે હવે કોઈની સાથે બહુ સંબંધ વધારવા જેવા નથી. ઠીક છે, જેની સાથે થઈ ગયા છે તે થઈ ગયા છે, પણ હવે એને જેટલા શક્ય હોય તેટલા કટ ઓફ કરી, આત્માના કલ્યાણમાં લાગવું. એવું આયોજન કરતાં શીખવાનું છે.
સમયનો સદુપયોગ થાય, સમય વેડફાઈ ન જાય એની સમયે સમયે જાગૃતિ રાખવાની છે. કોઈને મળવામાં કે પછી ગપ્પા મારવામાં આખો દિવસ કાઢવો નહીં. બહુ મળ્યા બધાને, બહુ ગપ્પા માર્યા અત્યાર સુધી, પણ હવે નહીં. કોઈ કહે કે સ્કૂલના જૂના મિત્રો મળ્યા હતા, એટલે આખી રાત ગપ્પા માર્યા; પણ હવે એવું કરવું નહીં. કારણ કે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા - આ બધી વિકથાઓ છે, એ પાપાસ્રવ છે. એવી કથાઓમાં આપણો ઉપયોગ લાંબો સમય સુધી ના જતો રહે એનું પણ ધ્યાન રાખવું. કદાચ એવું વાતાવરણ થાય તો તરત તેને કટ કરીને બીજી વાતો ઉપર બધાને ચડાવી દેવા.
કોઈના સમાધિમરણ વખતે આપણે જવાનું થાય અને સામેવાળી વ્યક્તિનું ચિત્ત પૂર્વના કોઈ સ્મરણમાં જતું રહે, એ બહુ આકુળ-વ્યાકુળ થઈ જાય તો આપણે તેના ચિત્તને બીજે વાળવાનો પ્રયત્ન કરવો. પૂર્વે કરેલ સત્સંગ અથવા તીર્થયાત્રાઓ યાદ કરાવવી કે તમને ખબર છે આપણે પાલિતાણા ગયા હતા ત્યારે તમે કેવી રીતે જાત્રા કરી હતી ? ને ક્યાં સત્સંગ કર્યો હતો ? તમને ખ્યાલ છે ? એટલે તેનું ચિત્ત ડાયવર્ટ થશે. જેમ પરમકૃપાળુદેવે શ્રી ટોકરશીભાઈનું ચિત્ત ડાયવર્ટ કરાવીને લેશ્યા ફેરવી નાંખી હતી અને સમાધિમરણ કરાવ્યું હતું. કષાય અનુરંજિત યોગના પરિણામ તેનું નામ લેશ્યા છે. જીવને ખ્યાલ ન આવે તે રીતે જ્ઞાની તેની લેશ્યાને ફેરવી નાંખે છે અને જીવની ગાડી પાટા પર ચડી જાય છે. સામે અજ્ઞાની મળી જાય ત્યારે બહુ જાગૃતિ રાખવી પડે છે. કેમ કે, એની બધી વાતો અજ્ઞાનમય હોય, સંસારની મોહ-માયા હોય. તેની સાથે આપણે કંઈ