________________
૩૩૮
ક્ષમાપના
મોક્ષની શરૂઆત થાય છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી મોક્ષમાર્ગની શરૂઆત પણ નથી. ગ્રંથિભેદ થઈને ચોથું ગુણસ્થાનક પ્રગટે ત્યારે મોક્ષમાર્ગની શરૂઆત થઈ ગણાય; ત્યાં સુધી નહીં, પછી ભલે જીવ સાધુ થયો તો પણ જો મિથ્યાત્વ છે તો મોક્ષમાર્ગમાં નહીં. જ્યાં સુધી કર્મરજ છે ત્યાં સુધી મલિન છે. કર્મરજથી કરીને મલિન છું. આઠ કર્મો અથવા અનંતા કર્યો જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી મલિન છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મમળ નથી તો એ વિશુદ્ધ છે. એમની મલિનતા સંપૂર્ણ ટળી ગઈ છે. તો જેટલા અંશે કર્મની રજ ઘટે એટલા અંશે એની શુદ્ધિ. કર્મના નિમિત્તે ‘ભાવ’ મલિન થાય છે, તેથી તે આત્માને અપવિત્ર કરે છે. કર્મના ઉદયને જીવ આધીન થઈ જાય છે, માટે એના ‘ભાવ’ મલિન થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે, શુભાશુભ થઈ જાય છે. શુભાશુભ બંને ભાવ મલિનભાવ છે. હવે શુભભાવ મલિન છે એ તો આપણને પકડાતું જ નથી. જે ભાવથી કર્મનો આસ્રવ થાય અને આત્મા ઉપર કર્મ ચોટે એ બધું મલિનતા કહેવાય. શુભભાવથી શુભાસ્રવ થાય છે અને કર્મનો મળ ચોંટે છે. એનાથી આત્મા મલિન થાય છે, માટે એ પણ મળ છે. પોતાના મલિનભાવ દ્વારા પોતે પોતાને મલિન કરે છે - આ ભાવમલિનતા અને તેના નિમિત્તે કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે ચોંટી જાય છે એ દ્રવ્યમલિનતા. ભાવકર્મ નિરોધેન, દ્રવ્યકર્મ નિરોધનમ્, દ્રવ્યકર્મ નિરોધેન, સંસારસ્ય નિરોધનમ્.
– શ્રી નિયમસાર – ગાથા - ૧૮ ની ટીકા
ભાવકર્મનો નિરોધ ક૨વાથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે અને દ્રવ્યકર્મનો નિરોધ થવાથી સંસારનો નિરોધ થાય છે, માટે સંસારનો નિરોધ કરવો હોય તો પહેલાં ભાવકર્મનો નિરોધ કરો, મલિન ભાવોનો નિરોધ કરો અને મહામલિન ભાવ તે મિથ્યાત્વ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. કર્મના નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે. માટે આત્મા અપવિત્ર બને છે.
હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.
‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.' પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજીથી રહિત છે તેથી તેમનું અવલંબન લેવાનું કહે છે.