________________
૧૫૩
શું સાધન બાકી રહ્યું ? કર્યા. શાસ્ત્રજ્ઞાન પણ ખૂબ પ્રાપ્ત કર્યું. બોધ પણ ઘણાને આપ્યો ને ઘણાનો સાંભળ્યો, ઘણા પુસ્તકો પણ જીવે લખ્યા. અનાદિકાળમાં ઘણી ઘણી અટપટી સાધના જીવે કરી, પણ હજી આત્મા તેના હાથમાં આવ્યો નહીં.
પંડિત ઔર મશાલચી, ઉનકી યહી રીત;
ઓરન કો પ્રકાશ દે, આપ અંધેરે બીચ. પહેલાના જમાનામાં ઘાંયજાઓ મશાલ રાખીને લગ્નમાં જતા. મશાલના અજવાળામાં બધાય દેખાય, પણ ઘાંયજાનું મોટું ન દેખાય. એવી રીતે પંડિતોના બોધથી ઘણા જીવો જ્ઞાન પામી જાય, પણ પંડિતજી એમને એમ રહી જાય. સ્વરૂપના લક્ષ વગરની બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. કેમ કે, આત્મા શાસ્ત્રમાં નથી. જ્યાં છે ત્યાં ઉપયોગ જાય અને ઉપયોગમાં આત્મા નજરાય તો આત્મા પ્રાપ્ત થાય. આત્માનું અસ્તિત્વ
જ્યાં છે ત્યાં ઉપયોગની સ્થિરતા થાય તો આત્મા પ્રાપ્ત થાય. અસ્તિત્વના ભાસ વગર સમ્યક્ત્વ થઈ શકતું નથી. જેમ અભિમન્યુ એક કોઠામાં ફસાયો ને ખલાસ થઈ ગયો. એમ આ પંડિતો શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં રહી જાય છે. શાસ્ત્રનો પરમાર્થ આશય તો સ્વરૂપસ્થ થવું તે છે. ખરેખર તો, શાસ્ત્ર આત્મજ્ઞાનનું કારણ થાય છે. જ્ઞાનીપુરુષો શાસ્ત્રનો નિષેધ નથી કરતા. શાસ્ત્રોનું જ્ઞાન ગુરુગમપૂર્વક હોય તો ઉપકારી થાય છે. સ્વચ્છંદપૂર્વક થાય, અનઅધિકારી જીવના હાથમાં જાય તો તેને નુક્સાન થાય છે અને આ કાળમાં અધિકારી જીવો ઘણી જ અલ્પ સંખ્યામાં હોય છે. એટલે શાસ્ત્રનો પણ જીવને અપચો થઈ જાય છે. તેને શાસ્ત્રનો અભિનિવેશ કહે છે. જે આશયથી જ્ઞાનીઓએ વચન લખ્યા છે તેનાથી વિપરીત આશય કાઢીને સમજવું કે સમજાવવું એ જીવને મૂળમાર્ગથી દૂર લઈ જાય છે. માટે, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે.
મર્મ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી સાચો મોક્ષમાર્ગ પકડી શકાતો નથી. મર્મ ઉપર એક બહુ સરસ ઉદાહરણ છે. એક ગામની બહાર એક પાળિયો હતો. તેની બાજુમાં એક મંદિર હતું. તેની ઉપર એક શિલાલેખ લખ્યો હતો કે, માથું વાઢે એ માલ કાઢે. હજારો માણસો વાંચે, પણ કોઈ એનો મર્મ ઉકેલી ના શકે. શબ્દ તો બધા ઘણાંય વાંચી ગયા. પછી કોઈ એક વિચક્ષણ માણસ આવ્યો અને મંદિરના ઓટલા પર બેસી, આ પાળિયો વાંચીને તેના પર વિચાર કરવા લાગ્યો કે, માલ છે એ તો નક્કી વાત છે. કિંમતી ખજાનો છે, એ તો નક્કી વાત