________________
છ પદનો પત્ર
૪૩૫
પ્રમાણપૂર્વક સમ્યફપ્રકારે આત્માને નહીં જાણ્યો હોય તો અનુભવના લેવલ સુધી નહીં પહોંચાય. વીતરાગદર્શન સિવાય અન્ય દર્શનમાં આત્મતત્ત્વની વાત તો ઘણી કરી છે, પણ સપ્રમાણ નથી થઈ. એટલે અનુભવના લેવલ સુધી પહોંચી શકાતું નથી. કેમ કે, પદાર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી આગળની ભૂમિકામાં જઈ શકાતું નથી.
ભલે ગમે તેટલો ભક્ત હોય, ગમે તેટલો ત્યાગી હોય, ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસી હોય, ગમે તેટલો તપસ્વી હોય, ગમે તેટલા જાપ કરતો હોય કે ગમે તેટલા બીજા સાધન કરતો હોય કે ગમે તે કરતો હોય; પણ પદાર્થનો નિર્ણય જયાં સુધી સમ્યફ પ્રકારે હેય, શેય, ઉપાદેય પૂર્વક, નિશ્ચય અને વ્યવહારના પડખાથી સદ્ગુરુના ઉપદેશ દ્વારા નથી થયો ત્યાં સુધી સમ્યગદર્શન થતું નથી. આ પ્રકારનો બોધ સમ્યફ પ્રકારે અવધારણ કરો એનું નામ જ દેશનાલબ્ધિ છે. પદાર્થનો નિર્ણય સમ્યફ થાય તે માટે “આત્મા છે તેનો પહેલા સ્વીકાર કરો અને તે પણ સદ્દગુરુના બોધ દ્વારા, તમારા સ્વચ્છંદ દ્વારા નહીં, અજ્ઞાન દ્વારા નહીં. સગુરુએ જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું. એવું આપણે બોલી છીએ, પણ યથાર્થ જ્ઞાનપૂર્વક બોલતા નથી. જેમ બાળકને કોઈ કહે કે બેટા, આ કાકા છે તે કરોડપતિ કાકા છે, તો એ બાળક એક વખત કહી દેશે કે આ કાકા કરોડપતિ છે. પિતાશ્રીને કરોડપતિ એટલે શું? એ બરાબર ખબર છે, પણ બાળકને બોલતી વખતે ભાન નથી કે કરોડપતિ એટલે શું? એમ સદ્ગુરુએ આપણને કીધું કે તું આત્મા છે અને આપણે “આત્મા એમ કહીએ તેમાં ઘણો ફેર પડે.
પહેલાં “આત્મા છે એ વાતનો આપણે સ્વીકાર કરવાનો છે. પછી તેના લક્ષણો શાંતિથી વિચારવાના છે. “પ્રગટ લક્ષણે ભાન.” હું કહું કે આ ઘડિયાળ છે અને તમે કહો કે આ ચોપડી છે. તો તેનો નિર્ણય કોના દ્વારા થશે? તેના લક્ષણ દ્વારા. લક્ષણ એટલે ગુણો. તો આનામાં ઘડિયાળના ગુણો નથી, પણ ચોપડીના ગુણો છે. ચોપડીના ગુણો શું હોય? એમાં કાગળ હોય, કાગળમાં કાંઈક પ્રિન્ટીંગ કર્યું હોય, બાઈન્ડીંગ કર્યું હોય તો તેને સામાન્ય રીતે ચોપડી કહેવામાં આવે છે. ઘડિયાળ હોય તો તેમાં કાંટા હોય, એમાં કટકટ અવાજ આવતો હોય, ઈલેક્ટ્રોનીક હોય તો ના પણ આવતો હોય, પણ અંદરમાં એનું મશીન કામ કરતું હોય. એ ગુણો પ્રમાણે એ સમય બતાવતું હોય તેને ઘડિયાળ કહેવાય. ચોપડી કાંઈ સમય બતાવતું નથી. સમય જોવો હોય તો ઘડિયાળમાં જોઈએ કે ચોપડીમાં જોઈએ? ઘડિયાળમાં જોઈએ છીએ. તેમ કોઈપણ વસ્તુની ઓળખાણ લક્ષણ દ્વારા થાય છે. તમને કોઈક વ્યક્તિએ કહ્યું કે પેલી સભામાંથી ગોકુળભાઈને બોલાવી લાવો. તમે કહો કે હું ગોકુળભાઈને ઓળખતો નથી. પછી કોઈ કહે કે