________________
૧૪૮
શું સાધન બાકી રહ્યું ? આપણા કરતાં પણ વધારે કરનારા હતા અને માર્ગની વિપરીતતા તો ઋષભદેવ ભગવાનના વખતથી જ શરૂ થઈ ગઈ હતી એટલે એવું નથી કે પહેલા બધા સારું અને સાચું કરતા હતા અને હવે ખોટું કરે છે. જ્યારે ભગવાન હતા ત્યારે પણ ભગવાનની આજ્ઞાથીને બોધથી વિપરીતપણે વર્તનારાની સંખ્યા ઘણી હતી અને ત્રણે કાળ ઘણી જ રહેવાની. એમાંથી માર્ગને શોધી, સાચા તત્ત્વને શોધી આપણે આપણું કામ કરી લેવાનું છે. ગચ્છ-મતની અને જે કંઈ પ્રશ્નો ચાલતા હોય એ બધી ભાંજગડમાંથી ખસી જઈ, મતને નહીં પણ સને પકડો. જ્યાં જે સારું દેખાય તેને ખેંચી લો. કોઈનો વિરોધ, નિષેધ નહીં. કોઈના પ્રત્યે દ્વેષ નહીં અને સાપેક્ષતાનો સ્વીકાર કરી કોઈની પાસેથી કાંઈક વસ્તુ શીખવા જેવી લાગે કે આમનામાં આ ગુણ વિશેષ છે તો એ ગુણોનું
બ્લોટિંગ કરી લેવું, શાહીચૂસ કાગળ જેવા થઈ જાવ. અત્યાર સુધી ગુણોના બદલે બધાના દોષો ચૂસ્યા છે. હવે ગુણો ચૂસો, એમ કહે છે.
ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧૬ - “અંતિમ સંદેશ” દૃષ્ટિને ફેરવવાની છે.
માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ. ' – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ ૧-૧૪
હઠજોગ પ્રયોગ સુતાર ભયો;
જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે. મંત્રજાપ પણ ખૂબ કર્યો. એમ કહેવાય છે કે આપણે અત્યાર સુધી એટલી માળાઓ ફેરવી છે કે એ માળાઓ ભેગી કરીએ તો મેરુ પર્વત ઢંકાઈ જાય અને તેના જપવાના ભેદો પણ અનેક પ્રકારના છે. અમુક સંખ્યામાં કરો, અમુક વખતે કરો, અમુક દ્રવ્ય સહિત કરો, એમ મંત્ર જપવાના અનેક પ્રકાર છે, પણ પરમકૃપાળુદેવ કહે છે.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ને કોઈ ઉપાય.
- શ્રીમદ્ રાજચંદ્ર - આંક – ૧૫