________________
૩૦૫
સત્પુરુષના વચન હૃદયમાં ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તેનું નામ શીલ! ચારિત્ર પાળવું – બાહ્ય અને અત્યંતર તેમજ વ્યવહાર અને નિશ્ચયથી. ક્ષમાપનાનો પાઠ રોજ હું નિત્યક્રમમાં કરું છું, પણ શીલનું સેવન થયું નથી. તો પાઠ બોલી જવા માટે નથી. આપણી ભૂમિકા અનુસાર આચરણ કરવામાં બોલવાની સાર્થકતા છે. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે ત્યારે તેની શ્રદ્ધા દઢ થાય. મારે હવે આમ જ કરવું છે તેવો નિર્ણય કરે તેને લક્ષમાં લીધું કહેવાય. ત્યારે તેની શ્રદ્ધા દેઢ થાય. ‘અનુભવ લક્ષ પ્રતીત,’ લક્ષ એ જ્ઞાન છે અને જેમ જેમ જ્ઞાન પરિપક્વ થાય તેમ તેમ એની શ્રદ્ધામાં સમ્યપણું અને દઢતા આવતા જાય. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે. અત્યાર સુધી સત્પુરુષ સિવાય બધાના વચનો લક્ષમાં લીધા છે. હવે પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દઢ થાય. એટલે સમ્યક્દષ્ટિ થાય અથવા સમ્યગ્દર્શનનો અધિકારી થાય. ચારિત્ર દુર્લભ ના કહ્યું, જ્ઞાન દુર્લભ ના કહ્યું, પણ સાચી શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે.
ક્ષમાપના
જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સકિત. મૂળ. ૮ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૧૫ - ‘મૂળમાર્ગ રહસ્ય’
તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે અજ્ઞાન જાય. જ્ઞાનમાં મિથ્યાપણું નીકળી જાય અને સમ્યપણું આવે. સમ્યક્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે અને મિથ્યાદૅષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનમાં સમ્યક્પણું અને મિથ્યાપણું શ્રદ્ધાના કારણે છે, સમકિતના કારણે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે અને તે પ્રમાણે આચરણ કરે. જો આ ત્રણેની એકતા થાય, રત્નત્રયની અભેદતા થાય ત્યારે તેને શીલ અથવા ચારિત્ર આવે છે. તમારી ભૂમિકા છે તેને અનુરૂપ પણ તમારું આચરણ જોઈએ.
જુઓ ! તમે મુમુક્ષુ છો તો હવે ધંધામાં કોઈને છેતરવાનું બંધ કરો, પાપમય પ્રવૃત્તિ બંધ કરો, પાંચ ઈન્દ્રિયના વિષયોમાંથી ઉન્મત્તતા છોડો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરો. તમારી ભૂમિકા અનુસાર આટલું તો કરવું જોઈએ ને કે ના કરવું જોઈએ ? આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? ત્યારે અજ્ઞાની જીવ પૂછે છે, સાહેબ ! ભરત મહારાજા તો છેક સુધી રાજગાદી ઉપર હતા અને અંતર્મુહૂર્તમાં જ તે મૂકીને કેવળી થઈ ગયા. અરે ભાઈ ! એ તો ક્ષાયિક સમકિતી હતા અને તું તીવ્ર મિથ્યાર્દષ્ટિ છું, તું તારી સરખામણી એમની સાથે ક્યાં કરે છે ? ‘હોય મોહ અને માને ઉદય, તો કર્મ કંઈ ભૂલથાપ ખાય નહીં.’ માટે સત્પુરુષના