________________
૪૭૫
છ પદનો પત્ર. પકડતો જ નથી. એટલે પરમશુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુદ્ધ ભાવનો કે અશુદ્ધ ભાવનો કર્તા નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સ્વભાવ પરિણતિનો એટલે નિજસ્વરૂપનો કર્તા અને ભોક્તા છે. કર્તાની સાથે ભોક્તા લાગેલું જ છે. અશુદ્ધ નિશ્ચયનયથી એટલે વ્યવહારથી જીવ રાગાદિ ભાવનો કે ક્રોધાદિ ભાવનો કર્તા છે અને ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ઉપચારથી એટલે કહેવા માત્ર. વ્યવહારમાં તો કંઈક પણ સંબંધ જોવામાં આવે છે, પણ ઉપચારમાં તો કોઈપણ પ્રકારનો સંબધ જોવામાં આવતો નથી.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ ચેતન જો નિજભાનમાં એટલે પરમાર્થથી નિજ સ્વરૂપનો કર્તા છે. પોતે પોતાના સ્વભાવનો કર્તા અને ભોક્તા છે. હવે સ્વભાવભાવમાં જીવ કેમ વર્તતો નથી? કેમ કે, તેણે ભેદવિજ્ઞાન કરી, સ્વભાવભાવ અને આગ્નવભાવ એટલે કે વિભાવભાવને ઉપયોગમાં જુદા પાડ્યા નથી. બોલવાથી જાણી જવાતું નથી, ગોખવાથી જાણી જવાતું નથી, વાંચવાથી જાણી જવાતું નથી, સાંભળવાથી જાણી જવાતું નથી, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા જુદા પાડી શકાય. એ વગર જુદા પડતા નથી અને ત્યાં સુધી બંધ અવસ્થા ચાલુ રહેવાની.
તમને એમ થશે કે જ્ઞાનીને પણ આ બધા ભાવો થાય છે. જ્ઞાન થઈ ગયા પછી કાંઈ થોડા આગ્નવભાવ બંધ થઈ જાય છે ! જ્ઞાન થયા પછી પણ દશમા ગુણસ્થાનક સુધી બંધ તો બતાવ્યો છે. તે કેમ થાય છે? જ્ઞાનીને એ ભાવ થાય છે એ હકીકત છે, પણ એ ભાવના કર્તા પોતે થતા નથી. એ ભાવ મારામાં થાય છે અથવા એ ભાવનો કર્તા હું છું એમ જ્ઞાની માનતા નથી. એ ભાવ થતી વખતે પણ જ્ઞાની એમ માને છે કે હું તેનો જ્ઞાતા છું, હું તેનો કર્તા નથી. જો જ્ઞાની અને અજ્ઞાનીનો અહીં તફાવત પડે છે. એક જ્ઞાની જમવા બેઠા છે અને એક અજ્ઞાની જમવા બેઠા છે. જ્ઞાનીએ ત્રણ લાડવા ખાધા અને અજ્ઞાનીએ એક જ ખાધો અને છતાં બંધ કોને વિશેષ થયો? અજ્ઞાનીને થયો છે. કેમ કે, જ્ઞાની કોઈ પણ કાર્ય એકત્વતાપૂર્વક કરતા નથી. એ જમતી વખતે પણ લાડવાના જ્ઞાતા છે. લાડવાના ભોક્તા નથી. જ્યારે અજ્ઞાની ભલે જમતો ના હોય અને પીરસતો હોય તો પણ તેનામાં એકત્વપણું હોવાના કારણે તેને બંધ છે. એમ મન, વચન, કાયાની કોઈપણ ક્રિયા થાય છે તેને જ્ઞાની જાણે છે. જ્ઞાની માને છે કે આનો હું જ્ઞાતા છું, કર્તા નથી. કર્તા તો હું માત્ર મારા જ્ઞાનભાવનો જ છું. ક્રોધાદિ ભાવનો કર્તા હું નથી. ક્રોધાદિ