________________
ક્ષમાપના
૩૫૩
સફળ થયો ભવ મારો હો, કૃપાળુદેવ.
પામી શરણ તમારું હો, કૃપાળુદેવ. સદ્દગુરુનો આશ્રય મળે તો પણ સનાથ થવાય. એ વ્યવહાર સનાથપણું છે અને પોતાના આત્માનો આશ્રય થાય એ નિશ્ચયથી સનાથપણું છે. વ્યવહારથી સનાથપણું આવ્યા વગર નિશ્ચયથી સનાથપણું આવતું નથી. | નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તે
નાથ કોણ? નીરાગી પરમાત્મા, જેમણે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નીરાગી છે. જેણે સંસારમાંથી છૂટવું હોય તેણે પરમાત્મરૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ અને તે ધર્મને સમજીને પોતે આચરે તેમ જ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે, તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય.
- ચત્તારિ શરણે પવન્જામિ
અરિહંતે શરણે પવનજામિ I સિદ્ધ શરણે પવનજામિ /
સાહૂ સરણે પવન્જામિ7 કેવલી પન્નત ધમ્મ શરણે પવન્જામિની
વ્યવહારથી આ ચાર શરણા ઉત્તમ છે. “અરિહંતે શરણે પવન્જામિ.? અરિહંત પરમાત્માનું હું શરણ ગ્રહું . જેમણે સંપૂર્ણ રાગ-દ્વેષ, મોહમય, અજ્ઞાનમય ભાવોનો નાશ કર્યો છે અને અનંત જ્ઞાન, દર્શન, આનંદ, વિર્ય પ્રગટ કર્યા છે એવા સશરીરી પરમાત્મા અરિહંત ભગવાન એમનું હું શરણ ગ્રહું છું.
એટલે ભગવાનનો કહેલો ધર્મ, રત્નત્રયધર્મ, દસલક્ષણ ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ અને અહિંસામય ધર્મ, એનું શરણું ગ્રહવાથી જીવ આત્મકલ્યાણને સાધી શકે છે. કેમ કે, આ ચાર પરમ માંગલિક છે.
ચત્તારિ મંગલ. અરિહંતા મંગલ / સિદ્ધા મંગલ /.
સાહૂ મંગલ કેવલી પન્નતો ધમ્મો મંગલ અરિહંત પરમાત્મા મંગલ સ્વરૂપ છે. મં + ગ = મંગલ. પાપને છોડાવે અને પુણ્યને લાવે, એનું નામ મંગલ કહેવાય. કોઈપણ માંગલિક કાર્યમાં, સારા કાર્યોમાં આપણે પહેલા