________________
છ પદનો પત્ર
૪૯૭ એવું નથી કે વિકલ્પો ન થાય. પણ, ઉપયોગને ફેરવતો થાય, બે જણા સાથે ઝઘડો થયો અને એક જણ જતા રહ્યા બહાર. બહાર જતા રહ્યા એટલે બહાર જનારને ક્રોધ નહીં થાય એવું નથી. એ તો બહાર જઈને વિકલ્પ કરવાનો. સ્થળ છોડી દીધું એટલે ના થાય, એવું એકાંતે નથી થઈ પણ શકે છે, પણ ઉપયોગને સ્વાધ્યાયમાં ફેરવી લીધો તો કષાય નહીં થાય. નિમિત્તનો ત્યાગ કરવો એટલે ઉપયોગને એ નિમિત્તથી ફેરવી લેવો એમ જ્ઞાનીઓનું કહેવું છે.
દોઈ પરિણામ એક દરવન ધરતું હૈ. બે પરિણામે એ દ્રવ્ય પરિણમી શકતું નથી. બે પરિણામ એક દ્રવ્ય કરે; જીવ જ્ઞાન પણ કરે અને ક્રોધ પણ કરે એમ બને નહીં. જ્ઞાન સિવાયની બીજી કોઈ વસ્તુ કરે એમ બની શકતું નથી. પોતાના સ્વભાવની ચીજ સિવાય, વિભાવ પણ કરે અને સ્વભાવ પણ કરે એમ બની શકતું નથી. પરમાર્થથી એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે. માટી ઘડારૂપે પણ પરિણમે અને કુંભારરૂપે પરિણમે એમ બનતું નથી. માટી ઘડારૂપે જ પરિણમે છે. એવી રીતે કુંભાર પણ કુંભારરૂપે પરિણમે અને ઘડારૂપે પરિણમે એમ બનતું નથી. કુંભાર કુંભાર રૂપે જ રહે છે. એમ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે અને જ્ઞાન ક્રોધરૂપે પણ પરિણમે એમ બનતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે જ પરિણમે છે. ક્રોધરૂપ પરિણમન કોઈ દિવસ જ્ઞાનનું થતું નથી. જ્ઞાનનું પરિણમન તો જ્ઞાનરૂપે જ રહે છે. પણ, એકબીજાને એટલી બધી એકમેકતા જેવી સ્થિતિ થઈ . ગઈ છે, એટલે આપણને લાગે છે કે જ્ઞાન ક્રોધરૂપે પરિણમી ગયું. તમે મેથીના ભજીયા ખાઓ છો અને તમને ખારા લાગે છે. કોઈ તમને પૂછે કે મેથીના ભજીયા કેવા છે? તો તમે શું કહેશો? ખારા છે. તો ખારાશ ભજીયાની છે કે મીઠાની? મીઠાની છે અને છતાંય તમે શું કહો છો? ભજીયું ખારું છે. તો એ ખોટું છે. -
મુમુક્ષુ : ખારાશ વધારે છે એમ કહેવાય ને? સાહેબ: ખારાશ કોની છે? એ વાત છે અહીં. મુમુક્ષુ : મીઠાની. સાહેબ : બસ પતી ગયું? તો ક્રોધ કોનો છે?
ક્રોધરૂપે પરિણમી ગયો છે જીવ. જેમ પેલું ભજીયું ખારાશરૂપે પરિણમી ગયું તો ચણાનો લોટ ખારો નથી થઈ ગયો. ચણાનો લોટ તો એનો જે સ્વાદ છે એવો ને એવો જ છે. ચણાના લોટમાં કાંઈ મીઠું નથી ઘુસી ગયું. ચણાના લોટના પરમાણુ છે એમાં એનું જે સત્ત્વ