________________
.
છ પદનો પત્ર
૪૯૧
આત્માની અવસ્થા છે. સમયે સમયે જ્ઞાનદર્શન ઉપયોગનું પરિણમન છે. તો એ ઉપયોગ વિભાવરૂપે પરિણમે છે કે સ્વભાવરૂપે પરિણમશે એના ઉપર સંવર-નિર્જરા અને આસવબંધનો આધાર રહેલો છે.
હવે આ બધા જે કર્મના વિસ્ફોટ થાય છે એ આત્માના પ્રદેશ ઉપર ઝળકે છે. એના જ્ઞાનમાં ઝળકે છે. એમાં થતા નથી. જેમ કે, દર્પણ છે અને દર્પણની સામે રંગબેરંગી મોર છે. મોર નાચી રહ્યો છે. બે મોર છે. એક દર્પણનો મોર છે અને એક બહાર તિર્યંચ મોર છે. દેખવામાં બે આવે છે. પહેલા એક હતો, હવે દર્પણમાં આવે એટલે બે થઈ જાય. હવે દર્પણના મોરની ક્રિયા અને પેલા મોરની ક્રિયા તમને એક જેવી લાગે છે. પણ સાચો મોર કયો છે ? જે બહાર છે તે. દર્પણની સ્વચ્છતાના કારણે એમાં એ ઝળકાટ થયો છે તે દર્પણનો વિકાર છે. ઝળકાટ થયો એટલે એની સ્વચ્છતા નષ્ટ થઈ ગઈ અને સ્વચ્છતામાં વિકાર આવ્યો પણ દર્પણના સ્વભાવમાં વિકાર નથી આવ્યો. મોરના નિમિત્તથી આવ્યો છે. મોર હટી જાય તો એવી જ સ્વચ્છતા છે, એમ આત્મા દર્પણ જેવો સ્વચ્છ છે અને એમાં જે ઉદય આવ્યો; કષાયભાવનો, ક્રોધાદિ ભાવનો કે રાગાદિ ભાવનો કે શુભાશુભ ભાવનો એ એના ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબિત થાય છે. કર્મના પરમાણુનો વિસ્ફોટ થવાથી થયેલો અજીવ ક્રોધ છે અને આની અંદરમાં ઝળકાટ થયો છે, એ જીવ ક્રોધ છે, જેને ભાવકર્મ કહેવામાં આવે છે. જીવ ક્રોધ અને અજીવ ક્રોધ બે જુદા છે. અજીવ ક્રોધ એ કર્મના ૫૨માણુનો વિસ્ફોટ થયો એમાં છે અને જીવ ક્રોધ એ જીવની વિભાવ પરિણતી થઈ એમાં છે. જીવ પરિણતિમાં જે વિભાવ થયો એ અને જીવ જુદા છે, એકમેક નથી. દર્પણ અને દર્પણમાં પ્રતિબિંબિત થયેલો મો૨ એ પણ જુદા છે. જેમ પેલો બહારનો મો૨ જુદો છે અને દર્પણમાં પ્રતિબિંબિત થયેલો મોર એ દર્પણથી જુદો છે. એવી રીતે આત્મામાં વિભાવરૂપે પ્રતિબિંબિત થયેલા જીવના ક્રોધાદિ જીવ ભાવો પણ આત્માના સ્વભાવથી જુદા છે. આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદવિજ્ઞાન છે. જો આ વાત તમે અંદરમાં પકડશો, પકડાય એવી તો જલ્દી નથી, કેમ કે આનો અભ્યાસ જોઈએ. જો પકડશો તો અંદ૨માં તમને સૂક્ષ્મ ભેદવિજ્ઞાન થશે. સૂક્ષ્મ ભેદવિજ્ઞાન થશે એટલે ખ્યાલ આવશે કે અજીવ ક્રોધ વખતે પણ અંદરમાં જ્ઞાન પરિણતિનું કાર્ય જુદું ચાલી રહ્યું છે. કેમ કે અજીવ પરિણતિને પણ જાણનાર જ્ઞાન છે.
જ્ઞાન પર્યાય છે. આત્મા તો હજી છેટો છે. અજીવ પરિણતિમાં ક્રોધ પરિણતિ ચાલી રહી છે. એ ક્રોધ પરિણતિને જાણનાર જ્ઞાન પરિણતિ છે. જ્ઞાનીને પણ ક્રોધ થાય છે અને અજ્ઞાનીને પણ થાય છે. જ્ઞાનીને જ્યારે ક્રોધાદિ ભાવ થાય છે ત્યારે એમનું જે શ્રદ્ધાનું વિશ્લેષણ