________________
છ પદનો પત્ર
૪૫૯
માટે સ્વસ્થતાપૂર્વક મારો દેહત્યાગ થાય એ માટે તમે પણ આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામ ના કરશો. તમે શાંતિ અને સ્વસ્થતા રાખો અને મને પણ શાંતિ અને સ્વસ્થતા મળે તે માટે જ્ઞાનીપુરુષોના વચનો સંભળાવો કે જેથી મારી પણ સ્વસ્થતા ટકી રહે.
નિત્યપણાના સ્વીકારથી સમાધિમરણમાં મોટો લાભ છે. જો નિત્યપણું અંત૨માં દૃઢ થયું, તો ગમે તેવા અશાતાના ઉદય આવશે તો પણ અંદ૨માં અસ્વસ્થતા નહીં આવે, ખેદ નહીં થાય, શોક નહીં થાય, આકુળ-વ્યાકુળ નહીં થાય. જેને અંત૨માં નિત્યપણાનો નિર્ણય નથી તેને આ બધું થવાનું. માટે હું નિત્ય છું. મારો નાશ થઈ શકે તેમ નથી. દુનિયાની કોઈ તાકાત મારો નાશ કરી શકે તેમ નથી. આ વાતનો જેને અંત૨માં મૌલિકજ્ઞાનથી, સમ્યક્ પ્રકારે, યથાસ્થિત નિર્ધાર થયો છે તેને છેલ્લી વખતે શાંતિ, સમતા અને સ્વસ્થતા રહે છે અને અપૂર્વ સમાધિમરણપૂર્વક દેહત્યાગ કરે છે. માટે નિત્ય છું એમ બોલતા તો અંદ૨માં બળ આવી જાય. હમણાં જો મુસલમાન દેશો ઈરાકને કહે કે અમે તમારી પડખે છીએ, ગભરાશો નહીં. તો એને કેટલું બળ આવી જાય ! ભલે હજી આવ્યા નથી. હજી હવે આવશે, પણ ફક્ત એટલું કહી દે કે અમે તમારી પડખે છીએ. અમેરિકાની સામે અમે ચાળીસ તમારી સાથે છીએ. તમે એકલા નથી. ગભરાશો નહીં. તો એનામાં બળ આવી જાય.
એમ જ્ઞાની ફક્ત આટલું આપણને કાનમાં કહી જાય કે તમે શાશ્વત છો. ગભરાશો નહીં. તમારો નાશ નથી. નાશ તમારા પડોશીનો છે કે જે અનાદિકાળથી તમને દુઃખ આપી રહ્યું છે. જે જે દેહ ધારણ કર્યો એ બધાય દેહ તમને દુઃખ આપે છે. એનો નાશ છે. માટે તમારા દુશ્મનનો નાશ છે. માટે રાજી થાઓ. ગભરાશો નહીં. એમ કરીને જ્ઞાની આપણને બળ આપે છે. બળ આપે છે, એટલે આપણને એમ થાય છે કે જે બધી ધાંધલ છે તે પડોશીના ઘરમાં છે. મારા ઘરમાં કંઈ છે નહીં. હું તો નિત્ય છું. શાશ્વત છું.
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ, તે શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૧૨૦
પહેલાં જે ભાન આવ્યું હતું તે સાંભળીને કે વાંચીને આવ્યું હતું. હવે અનુભવથી આવ્યું કે હું અજર, અમર, અવિનાશી ને દેહાતીત એવો આત્મા છું. આ વાત જેને અંત૨માં બેસી