________________
પપ૩
છ પદનો પત્ર એ આસવ-બંધ તત્ત્વો દ્વારા થાય છે. આત્માની અંદર આવતાં કર્મો કેમ અટકે છે અને લાગેલાં કર્મો કેમ ખરે છે એનો નિર્ણય થતાં સંવર-નિર્જરાનો નિર્ણય થાય છે અને સંવર-નિર્જરા સંપૂર્ણપણે થવી એ મોક્ષ છે. એ મોક્ષનો સાચો ઉપાય શું છે એ એમાં આવી જાય છે.
સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૧ વિવેક એટલે ભેદવિજ્ઞાન. હવે જીવને સાચું ભેદવિજ્ઞાન થાય છે. અત્યાર સુધી ધ્યાન કરતો અને ધર્મના નામે બધી મન-વચન-કાયાની સમજયા વગરની કુસ્તીઓ કરતો. જે કાંઈ સાધન કર્યા હતા એ બધા સમજણ વગર કર્યા હતા ને હવે નવતત્ત્વને તથા છ પદને બધાંય પડખાંથી – વિસ્તારથી સમજતાં એનામાં સાચો વિવેક આવ્યો એટલે બંનેના સ્વરૂપને સમ્યક પ્રકારે ઉપયોગની અંદરમાં તેણે જાણ્યા. જડ અને ચેતનનો વિવેક થવો તેને વિવેક કહેવામાં આવે છે. જડ ચેતનના વિવેકમાં બહારના પદાર્થોથી હું ભિન્ન છું, એ સ્થૂળ વિવેક છે. દેહથી જુદો છું, એ પણ સ્થૂળ વિવેક છે. કર્મોથી પણ હું જુદો છું એ એનાથી કાંઈક સૂક્ષ્મ, પણ સ્થળ વિવેક છે અને અંદરમાં કર્મધારાથી પણ મારી જ્ઞાનધારા જુદી છે એ સૂક્ષ્મ વિવેક. એમ એ ધારાના મૂળ સ્ત્રોતની અંદરમાં જ્યારે પકડે ત્યારે અતિ સૂક્ષ્મતાથી સૂક્ષ્મ ભેદવિજ્ઞાન, વિવેક આવ્યો કહેવાય. બે ધારા જુદી પાડી એ સૂક્ષ્મ છે, પણ બે ધારા જુદી પાડ્યા પછી એ ધારાના મૂળ ઉદ્ગમ સ્ત્રોત સુધી ઉપયોગ દ્વારા પહોંચવું. ત્યાં નિર્વિકલ્પતા છે. તો જ્યાં નિર્વિકલ્પતા છે ત્યાં સાચો વિવેક છે.
તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૪૫ જ્ઞાન, વિવેક થાય છે ત્યારે બધાંય આગ્નવભાવથી નિવર્તવાની ચાવી તેના હાથમાં આવી જાય છે. જે આગ્નવોથી નિવર્તે, એનું નામ જ્ઞાન છે. ક્ષયોપશમ જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન છે, પણ આસ્રવોથી નિવર્સે એ ખરું જ્ઞાન છે. તો આવો એને વિવેક થવા યોગ્ય છે. એટલે સાચું ભેદવિજ્ઞાન તેને થાય છે. સાચી સમજણ થઈ એટલે સાચું ભેદવિજ્ઞાન થયા વગર રહેતું નથી. સમજણ આવ્યા પછી બળ નથી વાપરવું પડતું અને સમજણ વગર હઠથી કરવા જાય તો એ સમ્યફ પ્રકારે વિવેક કહેવાતો નથી. ભલે પ્રયત્ન કરે છે, પણ સમજણ વગર, હઠથી, કોઈના