________________
૫૭૩
છ પદનો પત્રા
જેમ ટી.વી.માં મિસાઈલ છોડતાં બતાવે તો ટી.વી.નો કાચ તૂટતો નથી. કેમ ના તૂટ્યો? કેમ કે, ચિત્ર અને પડદો જુદા છે. એવી રીતે આ ઈષ્ટ-અનિષ્ટપણાનું, કર્મના ઉદયનું ચિત્ર જુદું છે અને આત્માનો ચૈતન્ય પડદો જુદો છે. આ બેનું જેને ગ્રંથિભેદ દ્વારા અને અનુભવ દ્વારા જ્ઞાન થવાથી વજની ભીંત દ્વારા સ્પષ્ટપણે બંને જેને ભિન્ન દેખાણાં છે એ આ ચિત્ર ઉદયમાં આવતાં, હવે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. આપણે એને શું માનીએ છીએ? કે આ આપણામાં થાય છે. બસ, આટલો ભેદ છે. પડદા ઉપરના ચિત્રને આપણે આપણું માની લઈએ છીએ અને જ્ઞાની અને કર્મના ઉદયથી થયેલી સાંયોગિક વસ્તુ માને છે. એટલે એમને એનામાં ઈષ્ટઅનિષ્ટ બુદ્ધિ થતી નથી અને આપણને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થઈ જાય છે. એનું મૂળ કારણ તો કર્મના ઉદય સાથેનું એકત્વપણું થયું છે. બસ આ ભ્રાંતિ ટળવી જોઈએ.
જે કંઈ અશાતાના ઉદય આવે છે એ મારા ઉપયોગમાં ઝળકે છે. મારા જ્ઞાનઅરીસામાં ઝળકે છે પણ જ્ઞાનઅરીસામાં થતા નથી. જ્ઞાનઅરીસામાં થવું એ જુદી વાત છે અને જ્ઞાન અરીસામાં ઝળકવું એ જુદી વાત છે. અરીસો અને કર્મના ઉદયનું ચિત્ર એ બે જુદા છે, એમ જેને અંદરમાં સ્પષ્ટ અનુભવજ્ઞાન પ્રગટે છે. તેને ગમે તેવા બહારના પદાર્થો હોય, તો એમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. કેમ કે, એ જુએ છે કે એ પદાર્થ મને નુક્સાન પણ કરી શકે તેમ નથી અને લાભ પણ કરી શકે તેમ નથી. આપણને બે દિવસના ઉપવાસનું પારણું હોય અને એ દિવસે સારામાં સારી ચીજ હોય તો ભૂખના કારણે ઈષ્ટ લાગે છે. દૂધપાક પીવાથી આત્મા જાડો થઈ જાય? ઈષ્ટ લાગવાથી કંઈ આત્માને લાભ છે નહીં. ઉપરથી વધુ ખાવાથી અનિષ્ટ થશે. ઈષ્ટ-અનિષ્ટપણું છે એ અજ્ઞાનયુક્ત વિકલ્પમાં ઊભી થયેલી કલ્પના છે. જ્ઞાની પુરુષને સાચી સમજણ હોવાના કારણે કોઈ પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માનતા નથી. આગળ કહે છે કે
જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું | એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.
નિજ સ્વરૂપ કેવું છે? જન્મ-જરા-મરણથી રહિત છે. જન્મ, જરા અને મરણની અત્યાર સુધી જે બીક હતી એ બીક અને ભ્રાંતિ અને અનુભવ થવાથી ટળી ગઈ. આત્માનો જન્મ નથી, આત્માને જરા અવસ્થા નથી, આત્માનું સ્થળાંતર છે; પણ મરણ નથી.