________________
૨
ભક્તિના વીસ દોહરા બહાર નીકળીને ધૂળ ઉડાડીને પાછો મેલો થઈ જાય. એવી જ રીતે જીવ બહાર જાય એટલે અહંકાર કરે છે કે હું કોઈ સામાન્ય માણસ નથી. હું આટલું ભણેલો-ગણેલો છું, આટલો મારો હોદો છે, આટલો હું પૈસાવાળો છું, આટલો મારો મોભો છે. આ પ્રકારનો અહંકાર એને અનાદિકાળથી નિરંતર વર્યા કરે છે. એ અહંકાર સત્સંગ મળે તો ઢીલો થાય અને છૂટી જાય. બધાય દુઃખોની દવા સત્સંગ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨૪ વારંવાર આત્મજ્ઞાની પુરુષોના સત્સંગમાં રહેવું, એમના વચનોનો સંગ કરવો અને અજ્ઞાનીઓનો સંગ છોડવો, તો એ સત્સંગની અસર થઈ કહેવાય અને અનાદિકાળમાં જે કામ નથી થયું એ કામ આપણું થાય. પરને પોતાના માનવારૂપ અભિમાન મૂકાયું નથી. આપણને જ્ઞાની-સંતો ઘણા મળ્યા, પણ જે નિગ્રંથ ગુરુ મળવા જોઈએ અને તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ તે સ્વીકાર્યા નહીં. અવિરતિ કે દેશવિરતિ જ્ઞાનીઓ મળ્યા તો એ આપણા પરમ ઉપકારી - શિક્ષાગુરુ છે. એમને પણ ગુરુની જેમ આરાધવા જોઈએ. જો કે તેઓ નિગ્રંથ ગુરુ નથી, છતાં એ પણ કોઈ કમ નથી. એટલે વર્તમાનમાં આપણા પુણ્યના ઉદય અનુસાર જે પણ યોગ થયો હોય તે યોગનો લાભ ઉઠાવી લેવો. તેમનું જેટલું બહુમાન થાય તેટલો એમનો બોધ અંતરમાં પરિણમન પામે. જો ગુરુ પ્રત્યક્ષ હોય તો તે ભગવાન કરતા પણ વિશેષ ઉપકારી છે. કેમ કે, વર્તમાનમાં જે કોઈ દોષો, ભૂલો હોય તે ટાળવા માટે તેઓ આપણી ઉપર ઉપકાર કરે છે. પરોક્ષ ગુરુ ગમે તેટલા મહાન હોય, તો પણ તેઓ પ્રત્યક્ષમાં ન ગણાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, આ પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૬૬ આ પૂર્વે ભલે મહાજ્ઞાની થઈ ગયા હોય કે કેવળજ્ઞાની થઈ ગયા હોય, પણ એ અત્યારે મળ્યા નથી. મળે તો ઉત્કૃષ્ટ છે, પણ એ ના હોય તો વર્તમાનમાં જે કોઈ દેશવિરતિ કે અવિરત જ્ઞાનીઓ મળે તો એ આપણને સાચો માર્ગ તો બતાવશે જ, ખોટો માર્ગ નહીં બતાવે. ચાલવું કે