________________
ક્ષમાપના
૩૯૫
તેઓ વીતરાગ છે. જ્યારે આપણે અન્ય જીવોને પમાડવા માટે ખૂબ દોડીએ અને તેને પાછું પ્રભાવનાના નામે ખપાવી દઈએ ! રત્નત્રયના અભેદ પરિણામથી પોતાનો આત્મા પ્રભાવિત થાય તેનું નામ સાચી પ્રભાવના છે. તે નિશ્ચય પ્રભાવના છે. ભગવાન મૌન રહે તો પણ તેમના નિમિત્તે પ્રભાવના ચાલે છે. ભગવાન સાડા બાર વર્ષ મૌન રહ્યા તો પણ ભગવાનના નિમિત્તે પ્રભાવના ચાલી કે ન ચાલી ? અને મૌન જેવી કોઈ પ્રભાવના નથી. મૌન જ બોધ છે. અંદરમાં જલ્પ ઉઠે એ મૌન નહીં. નિસ્તરંગતા યુક્ત મૌન હોવું જોઈએ. મૌનથી આત્માની બધી શક્તિઓ કેન્દ્રિત થાય છે. તેના કારણે ઉપયોગની એકાગ્રતા થઈ સ્વરૂપની સ્થિરતામાં અને શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
નીરાગી દશા સમજવી હોય તો પુસ્તકથી ના સમજાય, પણ રાગ છોડો તો સમજાય. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું વીતરાગી સ્વરૂપ સંભારે તો રાગ-દ્વેષ જતા રહે. રાગ-દ્વેષ વખતે ભગવાનને સંભારવા કે અહો ! ભગવાને મુનિઅવસ્થામાં મરણાંત ઉપસર્ગ આવ્યા તો પણ કિંચિત્ રાગ-દ્વેષ કોઈના પણ પ્રત્યે કર્યો નથી. પાર્શ્વનાથ ભગવાન ઉપર જ્યારે કમઠે ઉપસર્ગ કર્યા અને ધરણેન્દ્રએ ઉપસર્ગથી તેમની રક્ષા કરી. પણ તેમણે ધરણેન્દ્ર પ્રત્યે નથી રાગ કર્યો કે કમઠ પ્રત્યે નથી દ્વેષ કર્યો. આ એક મહાન દાખલો છે. આવું અનેક મહાપુરુષોના જીવનમાં આપણને જોવા મળે છે. આપણને કોઈ મદદ કરે તો આપણે તો તેને ‘થેંક યુ’ કહીએ. પણ ભગવાને ના કીધું. કેમ કે, થેંક યુ એ પણ રાગ છે, જ્યારે ભગવાન તો વીતરાગ છે. કોઈ મને હેરાન કરે કે રક્ષા કરે એનાથી મારા આત્માનું કલ્યાણ નથી. મારું કલ્યાણ મારા વીતરાગભાવમાં છે અને મારું અકલ્યાણ મારા રાગભાવમાં છે. જ્યારે જ્યારે સંસારમાં, મોક્ષમાર્ગમાં, વ્યવહારમાં કે પરમાર્થમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ થાય ત્યારે સમજવું કે તત્ત્વની ખતવણી કંઈક વિપરીત થઈ ગઈ છે. એટલે તે વખતે ૫રમાત્માને સંભારો કે પરમાત્મા મારા જેવી દશામાં પહેલા હતા અથવા મુનિ અવસ્થામાં હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ આવતી ત્યારે તેઓ શું કરતા ? અને અત્યારે પણ શું કરે છે ? બધી મૂંઝવણોને ટાળવાનો ઉપાય માત્ર સ્વરૂપદૃષ્ટિ છે, સ્વરૂપલક્ષ છે.
—
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ બધાનું માહાત્મ્ય જીવને આવ્યું, પણ પોતાના સ્વરૂપનું માહાત્મ્ય ન આવ્યું. જો સ્વરૂપનું માહાત્મ્ય આવે તે પરમાત્મા થયા વગર રહે નહીં. સ્વરૂપદષ્ટિનું જોર એવું છે. અનંતવાર સાધુ