________________
૨૩૩
શું સાધન બાકી રહ્યું?
સમકિતનું વાવેતર કરવાનું પહેલું કારણ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા છે અને તે કેવળજ્ઞાનનું બીજ છે.
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે. સમ્યગુદર્શન એ કેવળજ્ઞાનનું બીજ છે. જેમ બીજનો ચંદ્રમા વધતો વધતો પૂનમરૂપે થાય છે, તેમ સમ્યગદર્શન રૂપ બીજ વધતું વધતું કેવળદર્શન રૂપ પૂનમમાં પરિણમે છે, કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. આ માર્ગ છે અનાદિકાળનો. હવે અંદરમાં દેવ-ગુરુ-ધર્મ અને પોતાના આત્માની દઢતા થઈ જવી જોઈએ કે આ સિવાય બીજું કંઈ નથી અને એમાંય અંદરમાં તત્ત્વના વારંવાર ચિંતનથી, મનનથી, જ્ઞાનીનો બોધ સાંભળવાથી દઢત્વ આવી જવું જોઈએ કે મારા સ્વરૂપથી બહારમાં મારું કશું નથી. મારા સ્વરૂપના આશ્રય વગર મારું કલ્યાણ નથી. આટલું થશે તો તેને દઢ સ્વરૂપ-અનુસંધાનનો પુરુષાર્થ જાગશે – શ્રદ્ધા દેઢ હશે તે પ્રમાણે. મારા સ્વરૂપથી બહારમાં મારું કશું નથી. એટલે જે કંઈ પદાર્થના સંયોગ કે વિયોગ થાય એમાં તેને હર્ષ-શોક થતા હતા, એ હવે બંધ થઈ ગયા. થયું તો થયું, ને રહ્યું તો રહ્યું, ને ગયું તો ગયું, બન્યું તો બન્યુંનેના બન્યું તો ના બન્યું. જેમ થવાનું હતું તેમ થયું. બહારમાં કંઈ થયું કે ના થયું એનાથી આત્માને શું લાભ કે નુક્સાન છે? ઘરમાં, પોતાના દેહમાં કે બહાર દુનિયામાં કોઈ બનાવ બન્યા હોય – પોતાની ઇચ્છા પ્રમાણે બન્યા હોય કે ઇચ્છાની વિરુદ્ધ બન્યા હોય એમાં જો તમારું જોડાણ નથી અને સાક્ષીભાવ છે તો એ બનાવ તમને આગ્નવ-બંધના નિમિત્ત નહીં થાય. દુનિયાના બધાય બનાવો આપણને આસ્રવ-બંધના નિમિત્ત થાય છે એ નિમિત્ત નહીં થાય, કેમ કે ત્યાં તમારું જ્ઞાન હાજર રહેશે અને પર સાથે તાદાત્મ થવા ના દેવું એ જ્ઞાનનું કાર્ય છે અને તાદાત્મ નહીં થાઓ તો ભૂમિકાને અનુરૂપ આગ્નવ-બંધ નહીં થાય. સંવર-નિર્જરા ને મોક્ષમાર્ગ ચાલશે. ગણિતનો દાખલો છેક સુધી સાચો ગણ્યો હોય તો જવાબ સાચો આવશે અને સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારમાં ક્યાંક ભૂલ કરી હશે તો તેનો જવાબ ખોટો આવશે. એવી રીતે નવતત્ત્વમાં ક્યાંય ભૂલ થઈ તો સમ્યગ્રદર્શનને બાધા આવશે. તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગુદર્શનમ્ છે. તેને બાધા આવશે. એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વમાં, સ્વરૂપને સમજવામાં અને શ્રદ્ધામાં કોઈ ભૂલ ના રહેવી જોઈએ.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ' જેણે અનુભવ્યું.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭