________________
ભક્તિના વીસ દોહરા
વગર છેક આત્માના અસ્તિત્વ સુધી પહોંચાડે ત્યારે તે ધર્મ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. વિચારબળ, જિજ્ઞાસાબળ, ધૈર્યબળ, જ્ઞાનબળ, વૈરાગ્યબળ, ઉપશમનું બળ અને તત્ત્વાર્થના યથાર્થ નિર્ણયનું બળ – આ બધા બળ ભેગાં થાય છે ત્યારે તે કાર્ય કરી શકે છે. આમાં કોઈ પણ બળ ખૂટતું હોય તો તે તેના વીક પોઈન્ટના કારણે ત્યાં અટકી જાય છે.
૯૮
-
આગળ વધેલા મુમુક્ષુને પણ ત્રણ કારણો નડે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ એ પહેલાં જે કહ્યું કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. એમાં આપણો નંબર છે કે નહીં? એ જોઈ લો. મને હજુ કેમ સમ્યગ્દર્શન નથી થયું ? પણ પ્રભુ ! તું પહેલા પાત્રતા તો લાવ. જ્ઞાનીપુરુષ મળ્યા એટલે કામ નથી થઈ જતું, મળ્યા એટલે ફળ્યા એવું નથી બનતું. પણ જે કાર્ય સિદ્ધ કરવું છે તે કાર્ય માટેની પાત્રતા તો જોઈએ કે ના જોઈએ ? ‘પાત્ર વિના વસ્તુ ના રહે’તમારો દીકરો દસ વર્ષનો છે, એકનો એક છે, તમારી બધી મિલકત એને જ આપવાની છે, હકદાર તો એ જ છે, પણ દસ વર્ષના દીકરાને તમે બધી મિલકતની ચાવી સોંપી દેતા નથી. કારણ કે અત્યારે તે પાત્ર નથી અને આપી દો તો શું કરે ? નુક્સાન કરે, ઉડાવી નાંખે, સંપત્તિ ખોઈ નાંખે. માટે પહેલાં પાત્ર થવું પડે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છાઓ આગળ વધેલા મુમુક્ષુઓને પણ નડે છે. જીવ શાતાશીલિયો છે, ચારે બાજુ હજુ બાહ્ય સુખને જ શોધે છે. વારંવાર વાંચ્યું, સાંભળ્યું અને નિર્ણય કર્યો કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી, છતાંય જીવ બાહ્ય સુખમાં જાણ્યે-અજાણ્યે, પ્રત્યક્ષ-પરોક્ષ ફાંફાં તો મારે છે. જ્યાં સુધી બાહ્ય સુખની ઇચ્છાઓ છે ત્યાં સુધી ઉપયોગને અંતર્મુખ કરીને સ્થિર કરવાની જીવની પાત્રતા નથી. આ ઇચ્છાને કાઢો, દૃઢ નિર્ણય કરો, પછી ભલે પુણ્યના ઉદયના કારણે સુખ મળે તો પણ તમે સુખમાં તદાકાર નહીં થાઓ. પુણ્યની ઇચ્છા નહીં કરો. આ એક અટકવાનું કારણ છે, આગળ વધેલા સાધકને પણ તે અટકાવી દે છે.
પરમ વિનયની ઓછાઈ એટલે સત્પુરુષ પ્રત્યે દાસત્વભાવ આવવો જોઈએ, અનન્ય ભક્તિ થવી જોઈએ, પ્રેમાર્પણતા જોઈએ, વિવેક જોઈએ, વિનય જોઈએ, આજ્ઞાંકિતપણું જોઈએ, પરિપૂર્ણ શ્રદ્ધા જોઈએ. તે જેટલાં અંશે ખૂટે છે એટલા અંશે પાત્રતાની ન્યૂનતા છે.
પદાર્થનો અનિર્ણય – જીવને જ્ઞાનીપુરુષ પાસેથી પદાર્થનો બોધ મળ્યો, પણ હજી તેને અંદરમાં નિર્ણય થયો નથી. પોતાના મૌલિક પુરુષાર્થ અને જ્ઞાન દ્વારા તેને દઢ કર્યો નથી.