________________
શું સાધન બાકી રહ્યું ?
૧૯૯
બસ, આત્માની દૃષ્ટિ કરો. આપણે બધા આત્મા છીએ અને આપણું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અત્યારે અજ્ઞાન અવસ્થામાં જીવ બહિરાત્મા છે. પછી જ્યારે જીવને જ્ઞાન થાય ત્યારે તે અંતરાત્મા થાય છે અને એ જ આત્મા જ્યારે સાધના કરે છે ત્યારે પરમાત્મા થાય છે. આ પરમાત્માની ત્રણ અવસ્થાઓ છે.
ગુરુદેવ કી આન સ્વ-આત્મ બસેં.
ગુરુદેવની આજ્ઞા આત્મામાં ઉતરી જાય અને પ્રેમપૂર્વક આજ્ઞાનું આરાધન થાય તો મોક્ષમાર્ગમાં જીવ આગળ વધી શકે. સદ્ગુરુને માત્ર મળવાથી લાભ નથી. સાંભળવાથી લાભ નથી. સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણનો પુરુષાર્થ કરવાથી લાભ થાય છે. સાંભળે છે તો લાખો માણસો, એમાંથી કલ્યાણ સાધનારા જીવો બહુ થોડા હોય છે.
આજ્ઞા એ સ્વચ્છંદને તોડવાનું બળવાન અંકુશ, હથિયાર છે. ‘આણાએ ધમ્મો અને આણાએ તવો.’ સત્પુરુષની, ભગવાનની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે, એ જ ત્યાગ છે અને સર્વ પ્રકારની સાધના એમાં સમાઈ જાય છે. માટે, આજ્ઞાંકિત બનો, એમ અહીં કહે છે અને તે જ્યારે જીવ સ્વચ્છંદને છોડે ત્યારે જ બની શકે.
સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭
આજ્ઞાંકિત થવું સહેલું નથી. શિષ્યમાં ઘણી યોગ્યતા હોય ત્યારે તે સાચો આજ્ઞાંકિત બની શકે છે.
પૂર્વના ઘણા દાખલા છે. હનુમાનજી રામના આજ્ઞાંકિત હતા. જે જે પૂર્વે મહાપુરુષો થઈ ગયા છે તેમણે પોતાના પૂર્વના મહાપુરુષોની આજ્ઞા આરાધી છે, આજ્ઞા પ્રમાણે ચાલ્યા છે. બધું હોય પણ આજ્ઞા પ્રમાણે ચાલવાનું ન હોય તો આત્માનું કલ્યાણ થઈ શકે નહીં.
સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૩૫
-
આજ્ઞા એ આત્મકલ્યાણ થવામાં નિમિત્ત છે. એક વખત ઘંટીયા પહાડ ઉપર, સાબરકાંઠાના મહાન ભક્ત શ્રી જેસીંગબાપા અને તેમનું ભક્તમંડળ આવેલું. ઘણાં વર્ષ પહેલાંની વાત છે. તેમને ભક્તોની ચકાસણી કરવી હતી કે આ બધા આજ્ઞામાં ચાલે છે કે નહીં ? તો