________________
૧૫૪
શું સાધન બાકી રહ્યું ? છે અને માથું વાઢે તો માલ મળે એ વાત પણ નક્કી છે. વાત તો એની ખોટી નથી. પણ કોનું માથું વાઢીએ તો માલ મળે? એ હવે આપણે વિચારવાનું છે. એટલે તેણે વિચાર કર્યો. કઈ કઈ માથાવાળી ચીજો છે. વિચારતાં વિચારતાં તેને બે વસ્તુ માથાવાળી દેખાઈ. એક તો પોતે અને બીજું મંદિર. તેને એમ થયું કે જો મારું માથું વાઢીને માલ મળતો હોય તો એ મારે શું કામનો ? એટલે એમ હોવું ના જોઈએ. કેમ કે, તેનો લખનાર તો બુદ્ધિશાળી છે. એટલે જો પોતાનું માથું વાઢીને માલ મળતો હોય તો કોણ લેવા તૈયાર થાય? હવે બીજું કળશવાળું એક મંદિર છે. કળશ એ મંદિરનું માથું કહેવાય. હવે આનું માથું વાઢું તો કંઈક ચમત્કાર થાય ને માલ મળી જાય તો જુદી વાત, બીજી તો કોઈ માથાવાળી વસ્તુ આટલામાં છે નહીં. એમ વિચારી તેણે મંદિર પર ચડીને કળશને તોડ્યો, તો અંદરથી રત્ન ભરેલી કુલડી નીકળી. લાખોની કિંમતનો માલ તેને સહજમાં મળી ગયો. ક્યારે? એનો મર્મ ઉકેલાયો ત્યારે. એમ શાસ્ત્રોનો મર્મ ઉકેલાય તો આત્મા હસ્તગત થવો સાવ સુલભ છે. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - પ૩૭ સમજ, પિછે સબ સરલ હૈ, બિન સમજ મુશકીલ;
• – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧-૧૨ સાચી સમજણ વગર, ગુરુગમ વગર, અજ્ઞાનીઓના કહેવાથી કે પોતાના વિકલ્પથી ઘણી સાધના કરે છે, ઘણા તપ, ત્યાગ કરે છે, ઘણી ધર્મની ક્રિયાઓ કરે છે, ઘણી ભક્તિ કરે છે, ઘણી સામાયિક કરે છે, ઘણા પ્રતિક્રમણ કરે છે. તમે જુઓ ! પૂનમ ઉપર અહીંથી આળોટતાં આળોટતાં છેક અંબાજી જાય છે. ઊભા થઈ પાછા પડે એ રીતે જાય છે. છતાં અંબાજી માતા પ્રસન્ન થયા નહીં! છતાંય એણે માન્યું કે મારો મોક્ષ થઈ ગયો, મારું કામ થઈ ગયું. આવી રીતે અજ્ઞાન અવસ્થામાં દરેક ધર્મમતવાળા - જૈન મતવાળા ને અજૈન મતવાળા બધાંય અજ્ઞાનથી પ્રયત્ન કરે છે; પણ તે જ્ઞાનથી પ્રયત્ન કરે, ગુરુગમપૂર્વક પ્રયત્ન કરે તો તેને સહજમાં આત્મા હાથમાં આવે, આત્મામાં ઉપયોગ સ્થિર થાય અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થાય. અઘરું છે છતાં સહજ છે. જો ઊંધો મથે તો અનંત ઉપાય નથી અને સીધો મથે તો સહજ પ્રયત્ન કરે તો, સહજમાં વસ્તુ હાથે આવે એવી છે. તમારી પાસે શક્તિ છે, પણ શક્તિને સદુપયોગમાં લગાડવી છે. તમે અહીં બેઠા છો. તમારા મકાનમાં તમારો રૂમ છે, અને એ રૂમમાં તમારું પ્રાઈવેટ કબાટ છે અને એ પ્રાઈવેટ કબાટમાં ચોરખાનામાં તમારો હીરાનો હાર