________________
૨૮૪
ક્ષમાપના
પણ આટલા વર્ષ થઈ ગયા અને હજી તમે પાંચ જ કબાટ ખોલ્યાં છે, બાકીના પાંત્રીસ કબાટતો હજી બાકી પડ્યા છે ! પેલાએ જોયું કે આમાં હું કાંઈક કહીશ ને આ જતો રહેશે તો મારે નોકર શોધવો પડશે અને એને પગાર આપવો પડશે. આ તો મફતમાં કામ કરે છે. તો પંડિત કહે કે આમાં સમય તો ઘણો જશે. પેલો કહે કે આ બધા શાસ્ત્રોનો સંક્ષેપમાં સાર કહી દો, મારે હવે બહુ લાંબુ નથી જોઈતું. તો કહે કે “ૐ”, “સોહમ્” આટલો જ બધા શાસ્ત્રનો સાર છે. પેલા ભાઈ કહે કે આ તો મને પેલા ગુરુએ બાર વર્ષ પહેલાં કીધેલું. એ કર્યું હોત તો ક્યારનું ય કામ થઈ ગયું હોત. એટલે આપણે શાસ્ત્રના શોખીન છીએ, પણ આત્માના સ્વભાવના આશ્રયના શોખીન નથી થયા. તો સત્પરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી અનેક જીવ સંસાર તરી ગયા છે, મોક્ષે ગયા છે. સત્પરુષના વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે!
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. જ્ઞાનીઓનો બોધ સાંભળીને કાર્ય એક જ કરવાનું છે - પરભાવને ત્યાગવાના છે અને સ્વભાવને પ્રગટ કરવાનો છે. માત્ર સ્વભાવના આશ્રયે આ કાર્ય થવાનું છે. એ આજથી શરૂ કરશો તો ગમે ત્યારે ઠેકાણું પડશે. માત્ર વાંચ-વાંચ કરશો, સાંભળ-સાંભળ કરશો, બોલ-બોલ કરશો કે બીજી ક્રિયાઓ કર્યા કરશો તો મનુષ્યભવ પૂરો થઈ જશે. આ કાળમાં આયુષ્ય થોડું છે અને મોટાભાગનું આયુષ્ય તો આપણું નીકળી ગયું છે, હવે બહુ લાંબુ ભણવાનો સમય આપણી પાસે નથી.
પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયાન કોઈ,
ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. ‘ઢાઈ એટલે આત્મા’ પરમકૃપાળુદેવે પત્રાંક-૧૬૬ માં કહ્યું છે, “બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી એ વિચારો.” કયા બે અક્ષર? આત્મા, જ્ઞાન - જે કહો તે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આત્માનું કલ્યાણ તો આત્માના આશ્રય વગર છે નહીં. શાસ્ત્રના આધારે પણ નથી કે પરના આધારે પણ નથી. કલ્યાણ માત્ર પોતાના સ્વરૂપના આશ્રયે જ છે. આટલી વાતની દઢતા થાય તો વારંવાર સ્વરૂપઆશ્રયનો ઉગ્ર પુરુષાર્થ ચાલુ થશે. જે વસ્તુ જ્યાં છે ત્યાંથી એ વસ્તુ મળે. ઉપયોગમાં અસ્તિત્વ નજરાશે તો વસ્તુની પ્રાપ્તિ થશે. ઉપયોગમાં અસ્તિત્વ નજરાશે નહીં તો વસ્તુની પ્રાપ્તિ નહીં થાય અને