________________
દુર્લભ એવો મનુષ્યદેહ નિગ્રંથનો પંથ એટલે આવા મુનિઓનો પંથ ભવઅંતનો ઉપાય છે. જેમ છે તેમ દૃષ્ટિમાં સ્વીકાર કરવું, શ્રદ્ધામાં સ્વીકાર કરવું. એટલે મોહીમુનિની વાત નથી, નિગ્રંથ મુનિની વાત છે. જેને આત્મજ્ઞાન નથી એને અત્યંતર નિગ્રંથપણું તો છે જ નહીં, પણ બાહ્ય નિગ્રંથપણું પણ સાચું નથી. તો કોણે કહેલો નિગ્રંથમાર્ગ ? શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હવે આ નિગ્રંથ માર્ગનો જે આશ્રય કરે એ નિગ્રંથ થયા વગર રહે નહીં.
૬૭૦
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે.
શ્રી આનંદઘનજી મહારાજ
બસ, આ માર્ગ છે, જે અનાદિકાળથી ચાલ્યો આંવે છે અને અનંતકાળ સુધી ચાલવાનો છે. જે જે આ માર્ગ સમજતા જાય છે તે તે પોતાનું કામ કરીને ઘરભેગા થઈ જાય છે. આ નિગ્રંથમાર્ગ છે. પરિગ્રહની ગાંઠો છે એને છેદે એનું નામ નિગ્રંથ. દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ છે. આ બધી ગાંઠો જેણે છેદી નાંખી એ નિગ્રંથ કહેવાય.
તો એ નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. સદાય એટલે હંમેશાં. નિગ્રંથમાર્ગની સાચી શ્રદ્ધા સદ્ગુરુના બોધ અનુસાર કરવી એ પણ વ્યવહાર સમકિત છે. તીર્થંકરના નિગ્રંથનિગ્રંથિનીઓ, શ્રાવક-શ્રાવિકાઓ સર્વને કંઈ જીવ-અજીવનું જ્ઞાન હતું માટે સમ્યક્ત્વ કહ્યું છે એમ નથી, પણ આ પુરુષ સાચા છે, આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે એની પ્રતીતિથી, એ નિશ્ચયથી, એવા આશ્રયથી અને એવી રુચિથી એને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. સાચાને સાચા જાણી અને સાચી શ્રદ્ધા કરવી. એ પણ ઓઘસંજ્ઞાએ નહીં, પણ પોતાની મૌલિક યોગ્યતા લાવીને શ્રદ્ધા કરવી. બીજા કહે છે માટે સાચા એવું નહીં. બધાય મહાવીર સ્વામી ભગવાનને સાચા માને છે એટલે હું માનું છું એમ નહીં. મહાવીર સ્વામી ભગવાન કેમ સાચા છે ? એમના ગુણો જે છે સર્વજ્ઞતા, વીતરાગતા, અખંડપણે સ્વરૂપસ્થતા, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય આ બધા જે ગુણો પ્રગટ થયા છે એ ગુણોને હું વંદન કરું છું, એ દશાને હું વંદન કરું છું, એમના સ્વરૂપને હું વંદન કરું છું, એ પણ ઓળખીને.
મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મ ભુભૃતાત્ 1 જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનામ્ વંદે તદ્ગુણ લબ્ધયે ॥
- શ્રી તત્ત્વાર્થ સૂત્રનું મંગલાચરણ
—