________________
૫૯૪
છ પદનો પત્રા છે, તો પણ આ જીવ સત્સંગ અને સસાધનોનું આ વેન્ટીલેટર કાઢી નાંખે છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્વતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષના વચનોનું) નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સપુરુષો પણ પામી જાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા એટલે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોનાં વચનોનું અવલંબન જે જે વખતે મંદ પડે છે, ઘટી જાય છે તે તે વખતે પુરુષોના પરિણામ પણ અસ્થિર થઈ જાય છે. આત્મજ્ઞાની પુરુષો છે તેમની સ્થિતિ પણ નીચી આવી જાય છે. એટલા માટે સપુરુષો પણ સત્સંગને ઇચ્છે છે. સપુરુષો પણ સત્સાધનના અવલંબન દ્વારા, બાધક કારણોનો ત્યાગ કરી પોતાની દશાની વૃદ્ધિ કરવા માટે રાત-દિવસ પ્રયત્નવાન રહે છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રત આદિ અવલંબન છે તેમને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે.
તો પછી જે સામાન્ય મુમુક્ષુ છે, જેમને હજી આત્મજ્ઞાન થયું નથી તેમને આત્માનું પતન કરાવી નાંખે એવા ચારે બાજુ વિપરીત સમાગમ, ભાવોની વિકૃતિ લાવી દે એવા નિમિત્તોના સહવાસમાં રહેવાનું થાય તો શું સ્થિતિ થાય? વિષય-કષાય, આરંભ-પરિગ્રહ, આ જગતના લૌકિક કાર્ય - આ બધા વિપરીત સમાગમ છે. એ કંઈ આત્માની ઉન્નતિમાં નિમિત્ત થાય એવા નથી. ઘરમાં રહીએ છીએ તે પણ વિપરીત સમાગમ છે. કોઈ કહે કે સાહેબ ! અમે તો બધા દરરોજ એક કલાક સાથે મળીને ભક્તિ કરીએ છીએ, પણ ત્રેવીસ કલાક શું? તમને તો અનુભવ છે. તમારા કરતાંય મને તો અનુભવ ઘણો છે. કેમ કે, તમારે તો એક જ ઘરમાં રહેવાનું ને મારે તો હજાર ઘરમાં જવાનું. એટલે ઘેર ઘેર શું ચાલતું હોય એ બધી ખબર છે. કોઈના છોકરાં આવીને કહી જાય કે સાહેબ આમને તમારા આશ્રમમાં બોલાવો ને! બહુ નડે છે ! મા-બાપ છોકરાંની ફરિયાદ કરે કે સાહેબ, આમને કંઈ સંસ્કાર નથી અને અમારા ગયા પછી આ બધું નુકસાન કરશે અને મનુષ્યભવ ખોઈ નાંખશે. માટે તમે છોકરાંઓને સમજાવો. છોકરાઓ કહે છે કે આ બાપા રૂઢિચુસ્ત થઈ ગયા છે. રૂઢિથી એકનું એક ફેરવ્યાં કરે છે, પણ સ્વભાવ ફરતો નથી. સ્વભાવ તો એવો ને એવો રહે છે. આમ, અનેક ફરિયાદ જોવા મળે છે.
એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સશાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. આ વિપરીત દેશ-કાળ છે, તો પણ જે સાચા મુમુક્ષુ છે, છૂટવાના સાચા કામી છે, એ તો ગમે ત્યાંથી પણ સત્સમાગમ કરી લે છે. ના હોય તો ઘર બેસીને પુરુષોના વચનો વાંચે છે. ધ્યાન, ચિંતન, સામાયિકમાં પણ એ શ્રુતનું અવલંબન લઈ, પોતાના ઉપયોગને