________________
શું સાધન બાકી રહ્યું ?
૨૨૧
તેથી પાછા વળી; જેમ ઉપમિત થવાય એટલે શાંત થવાય, ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિર થવાય. તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, ઉપયોગમાં અને સ્વરૂપમાં હવે સ્થિર થાઓ. અત્યાર સુધી શાતા-અશાતાના ઉદયો અનુભવ્યા કરતા હતા એના કારણે અંદ૨માં અસ્થિર હતા. હવે સ્વરૂપમાં સ્થિર થાઓ; ઉપયોગને સ્થિર કરો કે અહોહો ! હું તો ત્રિકાળ એક સ્વરૂપે રહેવાવાળી શુદ્ધ ચેતના છું. માત્ર પરમાત્મા છું. કારણ પરમાત્મા છું. ત્રણે કાળ એવો ને એવો જ છું. એમાં લય થઈ, ઉપયોગ એના મય થઈ જાય એનું નામ ઉપરામ થવું છે. એનું નામ ઉપશમત થવું છે. એનું નામ ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કહેવાય છે.
અચલ થવાય. સ્થિર થયા પછી અચળ થવાય. ગમે તેવા ઉદયો, નિમિત્તો આવે તોય ચલાયમાન થાય નહીં. અચલ, સ્થિર થઈ જવું. તે જ લક્ષ, સાધનાનું આ જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના હોવી જોઈએ અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. આ સહજ પરિણામયુક્ત સ્વભાવ છે. સ્વભાવનું સહજ પરિણમન છે. બાકીનું વિભાવ પરિણમન છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ત્રણે કાળના તમામ જ્ઞાનીઓની વારંવાર આ જ શિક્ષા છે, કે આ પ્રયોગ કરો તો ઘર ભેગા થશો. માટે, પ્રયોગવીર બનો.
જેમ ભેંસને તમે ખાવા નાંખો તો પહેલાં બધું ખાઈ લે, પછી ઝાડના છાયા નીચે બેસીને વાગોળે. તેમ તમે સ્વાધ્યાયમાં ખોરાક ખાઈ લો અને પછી સામાયિકરૂપી છાયામાં બેસીને વાગોળો. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને આ મોક્ષમાર્ગનું જે સંશોધન કરે છે. સન્માર્ગ એટલે મોક્ષમાર્ગ પ્રતીત કરવા ઇચ્છે છે એટલે જે સાચી શ્રદ્ધા કરવા ઇચ્છે છે અને એ માર્ગને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આત્માને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે આત્માર્થી જનને, પરમ વીતરાગસ્વરૂપદેવ – બીજા કોઈ દેવ-દેવીઓ નહીં, વીતરાગ સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવાન, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ એટલે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં વર્તતા, અપ્રમત્ત યોગીશ્વર અને આત્મજ્ઞાની સત્પુરુષો, પરમ દયામૂળ ધર્મવ્યવહાર શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૯ માં સ્વદયા તથા આઠ પ્રકારની દયા બતાવી છે. તે પરમ દયામય ધર્મ વ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સાસ્ત્ર એટલે જ્ઞાનીઓની વાણી. સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી એટલે મોક્ષ થાય ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; પ૨મ ભક્તિ દ્વારા. આ દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રની ઉપાસના ૫૨મ ભક્તિ વડે કરવાની છે, જે આત્માના કલ્યાણમાં પરમ કારણ છે. શ્રેષ્ઠ નિમિત્ત છે.