________________
૩૨૦
સમાપના
કરવાની ના પાડી છે. શ્રાવકોને સ્નાન કરવાનું એટલા માટે કહ્યું છે કે તેમને પૂજા-સેવા કરવાની હોય છે. કોઈ પવિત્ર કાર્ય સ્વાધ્યાય-સામાયિક વગેરે કરવું હોય તો પવિત્ર થઈને કરો એટલા પૂરતી છૂટ છે, કેમ કે શ્રાવક પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અનેક પ્રકારની અશુદ્ધિ કરતો હોય છે.
તો, પવિત્રમાં પવિત્ર વસ્તુ ‘આત્મા’ છે. આ જગતમાં છ દ્રવ્યો છે, મૂળ દ્રવ્યો પવિત્ર છે. ધર્માસ્તિકાય પવિત્ર, અધર્માસ્તિકાય પવિત્ર, આકાશ પવિત્ર, કાલાણુ પવિત્ર, પુદ્ગલનો પરમાણુ પવિત્ર અને એકલો શુદ્ધ આત્મા પવિત્ર. સિદ્ધ ભગવાનનો આત્મા છે તે પવિત્ર છે અને આપણો આત્મા એ પણ સ્વભાવથી પવિત્ર છે, પણ અવસ્થામાં મલિનતા છે. જે કાંઈ મલિનતા, વિભાવ થાય છે તે અવસ્થામાં થાય છે. સ્વભાવમાં કોઈ મલિનતા નથી. જો સ્વભાવમાં મલિનતા હોય તો સ્વભાવના આશ્રયે ક્યારેય પણ શુદ્ધતા પ્રગટ ના થાય. સ્વભાવના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય છે એ બતાવે છે કે સ્વભાવમાં મલિનતા થઈ નથી. નિગોદમાં જાય તો પણ જીવનો સ્વભાવ પવિત્ર છે. ચોર્યાશી લાખ યોનિમાં કોઈપણ જગ્યાએ જાય તો પણ તેનો આત્મા તે વખતે પણ પવિત્ર છે. ‘સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.'ધર્મ એ સ્વભાવના આશ્રયે રહ્યો છે, પરના આશ્રયે રહ્યો નથી. એટલા માટે આત્મા જેવો કોઈ દેવ નથી. બધા દેવોમાં દેવાધિદેવ પોતાનો આત્મા છે. બીજાનો આત્મા બીજા માટે, આપણો આત્મા આપણા માટે. પરમાત્માનો આત્મા પરમાત્મા માટે, આપણા માટે નહીં, આપણા માટે વ્યવહારથી.
વ્યવહારસે દેવ જિન, નિહચેસે હૈ આપ;
એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.
— શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ – ૧/૧૪
તો, પવિત્રમાં પવિત્ર વસ્તુ જગતમાં કઈ છે ? ‘આત્મા.’ શરીર નહીં, પાણી નહીં, જગતની બીજી કોઈ વસ્તુઓ નહીં. પહેલાં આ નિર્ણય થવો જોઈએ કે પવિત્રમાં પવિત્ર કોઈ હોય, કોઈની પૂજા કરવા જેવી હોય, કોઈનો આશ્રય કરવા જેવો હોય, કોઈનું ધ્યાન કરવા જેવું હોય તો એક માત્ર પોતાનો આત્મા છે. ‘આત્માથી સૌ હીન.’ પોતાના આત્માથી બધું હીન. ‘જગત ઈષ્ટ નહીં આત્મથી.' તો, સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે, તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. કર્મના નિમિત્તથી તે અશુદ્ધિમાં આવ્યો છે. સ્વચ્છ જળ છે અને તમે તેમાં લાલ રંગ નાંખો તો પાણી લાલ રંગવાળું થઈ ગયું. અશુદ્ધ થઈ ગયું. તે વખતે પણ પાણીને સ્વભાવ દૃષ્ટિથી જુએ તો રંગ પાણીમાં ગયો નથી. તે વખતે પણ પાણીની સ્વચ્છતા અને સ્વભાવ એવો ને એવો જ છે. મલિનતા હોવા છતાંય એની સ્વચ્છતાનો, સ્વભાવનો નાશ