________________
૫૮૩
છ પદનો પત્ર
મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન.
– શ્રી આઠ દૃષ્ટિની સઝાય - છઠ્ઠી કાંતા દૃષ્ટિ - ગાથા - ૬ સતી સ્ત્રીનો પોતાના પતિ પ્રત્યે જે પ્રેમ છે. તેના કરતાં પણ વિશેષ પ્રેમ મુમુક્ષુનો સત્પરુષ તરફ હોવો જોઈએ. જેવો તેવો માર્ગ નથી આ. એવો ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને લૌકિક વ્યવહાર બધા જુદા છે અને એ બધી કલ્પના છોડી દેવી. કેમ કે, લઘુરાજસ્વામી તો ત્યાગી હતા. હવે ત્યાગી થઈને ગૃહસ્થને આજ્ઞાંકિત રહેવું, એ કોઈ સામાન્ય વાત નથી. પરમકૃપાળુદેવ ગૃહસ્થ અને લઘુરાજસ્વામી ત્યાગી હતા. એટલે લોકો શું કહે ? આ મુનિ ગૃહસ્થની આજ્ઞા માને છે અને તેમને ખમાસણાં પણ દે છે ! પણ લોકોને એ ખબર નથી કે પરમકૃપાળુદેવ જ્ઞાની છે, અને મુનિ તે જ્ઞાની નથી. તો જ્ઞાની છે એમનું બહુમાન તો રાખવું જ પડે. હજી સામાન્ય કોઈક મળ્યા હોય તો ઠીક છે, પણ જેમની પાસેથી આપણે જ્ઞાન લેવું છે તેમનું જો બહુમાન ના આવે, તેમનો વિનય, આદર, સત્કાર ના આવે તો ભલે એ જ્ઞાન આપે છે, પણ આપણને જ્ઞાન ચઢે નહીં.
પરમકૃપાળુદેવે શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ-૩ર માં શ્રેણિક રાજા અને ચંડાળનું દૃષ્ટાંત આપ્યું છે. વૃક્ષને નમાવવાની એક લૌકિક વિદ્યા લેવી હતી તો પણ ચંડાળને જ્યારે ઉપર ' બેસાડ્યો અને શ્રેણિક રાજા નીચે બેઠાં ત્યારે એ વિદ્યા સાધ્ય થઈ. એમ ને એમ એ વિદ્યા સાધ્ય થઈ નહીં. કેમ કે, વિનય વગર વિદ્યા નહીં અને વિદ્યા નહીં તો સમકિત નહીં. શ્રી ઉદયરત્ન મહારાજે માનની સક્ઝાયમાં કહ્યું છે,
રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે;
વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને કે આ સપુરુષ છે. આ જ મારા પરમ ઉપકારી છે ને આમની આજ્ઞાએ ચાલવાથી જ મારા આત્માનું કલ્યાણ છે. આવો નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. લઘુરાજસ્વામીને સાથે રાખીને, એમ ને એમ નહીં ! નહીં તો ક્ષયોપશમ દેવકરણજીનો વધારે છે, મુનિનો ઓછો છે. છતાંય એમને સાથે રાખવાનું કહ્યું. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. પરમાર્થભૂત જે શંકાઓ છે તે બધી નીકળી જાય એવું છે. પછીનો જે ફકરો છે તે પણ બહુ અગત્યનો છે અને એ જ વાતની પુષ્ટિ કરીને કહ્યું છે કે,