________________
૪૪૭
છ પદનો પત્ર તો આત્માથી જાણે જુદા જ છે. તે આપણે સ્થૂળ દૃષ્ટિથી પણ જોઈ શકાય છે. નજરે દેખાય છે કે આ મારાથી જુદાં છે, પણ જે ભેળસેળ થઈ ગઈ છે, એકત્વપણું થઈ ગયું છે તે દેહ સાથે, કર્મો સાથે અને અંદરમાં સૂક્ષ્મ જે રાગાદિ ભાવો સાથે. તો, દેહથી પણ આત્મા જુદો છે, કર્મોથી પણ જુદો છે અને શુભાશુભ ભાવ, રાગાદિ ભાવોથી પણ આત્મા જુદો છે. કેમ કે, એ બધામાં જ્ઞાયકપણું નથી અને આત્મામાં જ્ઞાયકપણું છે. દેહમાં જાણવાનો ગુણ નથી, કર્મોમાં જાણવાનો ગુણ નથી અને વિભાવોમાં પણ જાણવાનો ગુણ નથી. વિભાવ થાય છે એ આત્માના પ્રદેશમાં, પણ એ કર્મોના ઉદયના નિમિત્તથી થાય છે. એ આત્માના ઘરમાંથી નીકળતા નથી. તે આત્માનો સ્વભાવ નથી. એટલે આત્માની ચીજ નથી. આત્માની ચીજ નથી એટલે ચેતન નથી અને ચેતન નથી એટલે જડ છે. ભેળસેળ થાય છે તે ક્યાં થાય છે તે આગળ કર્તા-કર્મ અધિકારમાં આવશે. ત્યાંથી વિશેષ જોઈશું.
આત્મા અને આસ્રવ તણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કરમનો થાય છે; સહુ સર્વદર્શી એ રીતે, બંધન કહે છે જીવને.
– શ્રી સમયસાર - ગાથા – ૬૯, ૭૦ એક બાજુ કર્મના પરમાણુનો વિસ્ફોટ થયો અને બીજી બાજુ ઉપયોગ પણ સમયે સમયે જાણવાનું કામ કરે છે. એટલે દર સમયે વિસ્ફોટતાની સાથે ઉપયોગ ભળીને રંગાઈ જાય છે. રંગાઈ જાય છે એટલે વિભાવ નીકળ્યો નથી. ત્યાંથી જ ભેદવિજ્ઞાન કરવાનું છે. એટલે કે મૂળમાં પ્રજ્ઞાછીણીનો ઘા મારવાનો છે કે જયાંથી ઉપયોગ કર્મના ઉદય સાથે ભળે છે. ત્યાં આગળ ભેદજ્ઞાનની છીણી મારી બંનેને છૂટા પાડવાના છે કે આ કર્મના પરમાણુનો ઉદય અને આ ઉપયોગમાંથી જે ધારા આવી છે. આ રાગધારા અને જ્ઞાનધારા બે જુદી છે. એમ સ્પષ્ટ ઉપયોગમાં જુદા પાડવા. તો, બંને દ્રવ્ય નિજ-નિજ રૂપે સ્થિત થાય છે.
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.