________________
૨૦૫
શું સાધન બાકી રહ્યું ?
નિઃસ્પૃહતા હોય તો બળવાનપણું રહેશે. સસ્પૃહતા હશે તો બળવાનપણું નહીં રહે. એટલા માટે પાંચ મહાવ્રતધારી ગુરુ, ચારિત્રધારી ગુરુ કીધા છે કે તે સંપૂર્ણપણે પાંચ પાપથી રહિત થયા છે, તો એ પાંચ પાપથી રહિત થવાનો ઉપદેશ આપી શકે અને તેમના ઉપદેશનું પાલન થઈ શકે. હવે, હું જ પાંચ પાપમાં બેઠો હોઉં અને હું જ પાંચ પાપના ત્યાગનો તમને ઉપદેશ આપવા જાઉં, તો એ લાગવાનો નથી. હું બીડી પીતો હોઉં ને તમને કહું કે બીડી છોડી દો, તો તમે કાંઈ થોડી છોડી દો? હું કહું કે મને તો ગેસ થાય છે એટલે પીઉં છું. તો કહે સાહેબ, તમારાથી ડબલ ગેસ અમને થાય છે. એટલે એ છોડવાના નથી. આચરણ કરાવવું હોય તો પહેલા પોતે આચરણ કરો, પછી જ બીજાને આચરણ કરાવી શકશો. તો, મોક્ષમાર્ગમાં ઉત્કૃષ્ટ આચરણ રત્નત્રયધારી મુનિઓનું હોય છે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે,
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ, ક્ષોભ વિહીન નિજ પરિણામ છે.
– શ્રી પ્રવચનસાર - ગાથા - ૭ જેસીંગબાપજીના ખેતરમાં પણ દવા છંટાતી હતી. એમને પણ મેં કહ્યું હતું કે આ બરાબર નથી. તમે આવું કરશો તો પછી આ લોકો ક્યારે અટકશે? એટલે તરત કહી દીધેલું કે આપણા ખેતરમાં દવા છાંટવાનું હવે બંધ કરી દો. એ દિવસ પછી બંધ થઈ ગયું. પછી તો ઘણા બધા એમની સાથે જોડાયા. જુઓ ! આનું નામ સરળતા કહેવાય. આનું નામ આજ્ઞાંકિતપણું કહેવાય. આવા જીવોને સગુરુનો બોધ થાય તો કામ કાઢી જાય. આપણે તો કહીએ કે સાહેબ! વિચાર કરીને કહીશ. થોડી તૈયારી કરું પછી. એટલે “અણીનો ચૂક્યો સો વરસ જીવે.” એ
ક્યારેય કરી શકે નહીં. એ તો “એક ઘા ને બે કટકા', બીજો કોઈ વિચાર નહીં કે આનું આમ થશે તો શું થશે ને આમ નહીં થાય તો શું થશે? જેમ થવાનું હશે તેમ થશે, પણ આજથી મારે આ પાપ બંધ છે.
આવી રીતે આખા સાબરકાંઠાના બધાય ગામડાઓમાં હું લગભગ ૨૦-૨૫ વર્ષ ફર્યો હોઈશ. મોટાભાગે હું બધે જ બાપજીની સાથે જ હોઉં. એટલે બાપજી ખાસ મને જ આગળ રાખે કે તમારે જ બધાને વ્યસન છોડાવવાના છે. મને પ્રેરણા કરે કે તમારે જ આ કામ કરવાનું છે. તમારે આત્માનો બોધ આપવાનો પણ, સાથે સાથે વ્યસન છોડાવીને બધાની ભૂમિકા ચોખ્ખી કરો. તો સાબરકાંઠાના લગભગ ચારથી પાંચ હજાર જીવોને આ વ્યસનથી છોડાવ્યા છે.