________________
૫૮
ભક્તિના વીસ દોહરા હોય એ નિમિત્ત કંઈ તમારા બાંધેલા કર્મ ભોગવવા આવવાના નથી. તમારે જ ભોગવવા પડશે. તમે ઘરવાળાના નિમિત્તે કર્યા, બહારવાળાના નિમિત્તે કર્યા, સગાવહાલાનાં નિમિત્તે કર્યા - ગમે તેના નિમિત્તે પાપ કર્યા પણ એ નિમિત્તો કંઈ તમારી સાથે કર્મ ભોગવવા આવવાના નથી, તમારે એકલાને ભોગવવાના છે.
તમારી આટલી ઉત્તમ બુદ્ધિ હોવા છતાં આવો વિવેક તમે ચૂકી જાવ છો અને પોતાના વિવેક અને નિર્ણય વગર તો આ કામ થવાનું નથી. બીજા ગમે તેટલું કહે પણ તમે જાગૃત નહીં થાવ અને વિવેક નહીં રાખો તો આ કામ જે કરવાનું છે એ તમે નહીં કરી શકો. પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભારેકર્મી જીવો આ કાળમાં અવતરે છે, જેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય, લોકોમાં “વાહવાહ' કહેવડાવવા બધું કરે. મારી “વાહવાહી થવી જીઈએ. અમને બધાને ઘરવાળાએ બહુ રાખ્યા. કોઈ ચાર આઈટમ કહે તો આ આઠ આઈટમ બનાવે. વાહવાહ કહેવડાવવા. બહારમાં પોતાની વાહવાહ કહેવડાવવા માટે તન-મન-ધન-આત્મા બધુંય અર્પણ કરી દે. એની વાહવાહ થતી હોય તો બધું અર્પણ કરવા આ જીવ તૈયાર છે! એને વાહ વાહ જ કહેવડાવવી છે!! મોટો ભા થવું છે. લોકો એના વખાણ કરે. બસ, તમારે કોઈની પાસે કામ કઢાવવું હોય તો પોઝીટીવ એપ્રોચ રાખીને એના વિરોધીઓ કે એનાં સગાં-વહાલાંની વચ્ચે એના વખાણ કરો કે અમારી વહુતો ઓહોહો... આખી અમારી પોળમાં -સોસાયટીમાં આના જેવી કહ્યાગરી, ડાહી ને આજ્ઞાંકિત કોઈ નથી. હું પાણી માંગુ તો મને દૂધ આપે. બે જીવોની વચ્ચે વખાણ કર્યા એટલે એ રાજી. પછી એ પોતાના આત્માનું પણ ચૂકી જશે. પરમાર્થ – આત્માનું હિત શાથી થાય એ સૂઝતું નથી.
આત્માનું હિત તો વીતરાગતાની વૃદ્ધિથી થાય. જેટલા અંશે રાગ-દ્વેષ ઘટે એટલા અંશે આત્માનું હિત થાય. અમુક શાસ્ત્ર વાંચવા માત્રથી આત્મહિત થાય એવું નથી. અમુક ભક્તિ કરી એટલે આત્માનું હિત થાય એવું નથી. એ બધા પુણ્યબંધના કારણો છે, આત્મહિતના કારણ નથી. આત્માનું હિત તો વીતરાગતાની વૃદ્ધિ પ્રમાણે છે.
| નિરંકુશતા વધતી જાય છે. જીવ કોઈના ય અંકુશમાં રહેવા તૈયાર નથી, એવા આ કળિકાળના જીવો છે. કોઈનો અંકુશ માથે ન જોઈએ ! હવે જેના માથે અંકુશ ન હોય એનું શું થાય? ગાડી નવી હોય, રોડ સારો હોય, High class દોડતી હોય અને કિંમતી હોય, પણ બ્રેક ન હોય તો શું થાય? એ થોડા સમયમાં ભંગારમાં જવાની. ગાડી તો જશે, પણ તમનેય લેતી જશે. તમનેય ભંગાર કરી નાખશે ને એ ય ભંગાર થવાની ! એમ આપણા માથે જો અંકુશ ન