________________
છ પદનો પત્ર
૫૭૯
અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત;
દુષમ કાળે તું મળ્યો ફળ્યો), રાજ નામ ભગવંત. ઓછાં ને ફળે છે તેનું કારણ જીવોની એવી યોગ્યતા નથી. આ કાળમાં જીવોની યોગ્યતા ઘણી ઓછી છે. સપુરુષનો બોધ પરિણામ પામી આત્મજ્ઞાન પ્રગટ કરવામાં તે નિમિત્તભૂત થાય, એવી જીવોની પણ યોગ્યતા જોઈએ. એકનો એક બોધ હોય છે એ બોધ દ્વારા અમુક જીવો જ્ઞાન પામી જાય છે ને બીજા નથી કરી શકતાં. કેમ કે, એમની એટલી શક્તિ નથી, યોગ્યતા નથી.
તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એમની કરુણાનો વિચાર કરવામાં આવે, એમના ગુણોનો વિચાર કરવામાં આવે, એમના ગુણોને નિરંતર સ્તવવામાં આવે, બહુમાન કરવામાં આવે, અહોભાવ પ્રગટ કરવામાં આવે તો તે આત્મસ્વરૂપને પ્રગટવામાં નિમિત્તભૂત થાય છે. પુરુષ તરફ પ્રેમ આવવો, અહોભાવ થવો, બહુમાન થવું, આદરભાવ આવવો એ પણ એક મોટી વાત છે. કેમ કે, જે પુરુષ ઉપર વિશેષ શ્રદ્ધા હશે એ પુરુષના વચન તમને વધારે અસર કરશે અને એ જ વચન આત્મજ્ઞાન થવામાં નિમિત્તભૂત થાય છે. માટે એમને નિરંતર સ્તવવાથી પણ આપણા આત્માનો ગુણ. વિકાસ પામે છે.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે.
સ્વામીના ગુણ ઓળખીને જે સ્વામીને ભજે છે, સ્તવે છે તે દરિશણ શુદ્ધતા પામે છે, આત્મસ્વભાવને પ્રગટ કરે છે.
એવા સર્વ સત્પષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
જ્ઞાનીને કોઈ પક્ષપાત નથી કે અમારા તપાગચ્છના સંઘાડામાં થયા હોય એ જ્ઞાની જ અમને માન્ય. બાકી કોઈ દિગંબરમાં કે બીજા કોઈ ગચ્છમાં થયાં હોય તો એ અમને માન્ય નહીં. જ્ઞાની પુરુષોની કોઈ એવી ક્રમાવલિ નથી કે જ્ઞાનીઓ અમુક ગચ્છમાં જ થાય છે ને બીજા ગચ્છમાં નથી થતાં કે દિગંબરમાં જ થાય છે ને શ્વેતાંબરમાં નથી થતાં. ક્યારેક કોઈ જ્ઞાની કોઈ ગચ્છ-સંપ્રદાયમાં હોય પણ ખરા અને કોઈક વખત કોઈપણ ગચ્છ-સંપ્રદાયમાં ન પણ હોય, પણ એમનામાં ગચ્છ કે સંપ્રદાય ન હોય. એક સપુરુષની પણ આશાતના થાય તો બધાંયની