________________
૫૩૬
છ પદનો પત્ર સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. જેવો પદાર્થ છે એવી પ્રતીતિ આવે, થોડી પણ વિપરીત, અધિક, ન્યૂન કે આડી-અવળી નહીં. જેવો પદાર્થ છે એવી પ્રતીતિ થાય. ભાસવું એટલે વેદનમાં આવવું.
વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૧ પરમાર્થ સમ્યકૃત્વમાં અનુભવ સાથે છે. લક્ષ એટલે જ્ઞાન અને પ્રતીતિ એટલે શ્રદ્ધા. એટલે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય સાથે થાય છે.-એટલે સાચા સમ્યકત્વની (પરમાર્થ સમ્યકત્વની) ઉત્પત્તિ થાય છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે.
એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યકત્વ છે. જુઓ!આવું સ્વરૂપ ભાસ્યું છે એવા પુરુષને એટલે પરમકૃપાળુદેવ કે કુંદકુંદાચાર્ય જેવા પુરુષને વિષે સકામ નહીં પણ નિષ્કામ શ્રદ્ધા. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય રહિતપણે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજરૂચિ સમ્યક્ત્વ છે. કેમ કે બોધબીજનું આ બીજ છે. નવતત્ત્વની, છ પદની, દ્રવ્ય-ગુણ-પર્યાયની, નિમિત્ત-નૈમિત્તિક સંબંધની, કર્તાકર્મ સંબંધની, છ દ્રવ્યની, સમગ્ર પદાર્થની એની પાસે બધી સમ્યક વિગત આવી ગઈ. એટલે વસ્તુના સ્વરૂપને સમજવામાં અને વિપરીતતા નથી રહેતી. પરમકૃપાળુદેવે કહ્યું કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોલબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. યથાર્થ બોધ ક્યાં મળવાનો? સત્પરુષ પાસે. હવે સત્પરુષમાં જેની નિષ્કામ શ્રદ્ધા થઈ તેની બોધમાં શ્રદ્ધા એટલે તત્ત્વમાં શ્રદ્ધા થવાની. એની અંદરમાં સમ્યક્ત્વનું જે બીજ છે, તે પોષાય છે. મિથ્યાત્વ મોળું પડે છે, મંદ પડે છે. કેમ કે, તત્ત્વોનું ચિંતન સમ્યફ આવે છે. તત્ત્વોની શ્રદ્ધા એને સમ્યફ આવતી જાય છે. ભલે અનુભવથી નથી આવતી, પણ જ્ઞાનીપુરુષના બોધદ્વારા આવે છે. યથાર્થબોધનો પરિચય થવાથી, સાંભળવાથી નહિ, પરિચય કરવાથી, એની વધારે નજીક જવાથી, એનું વધારે ચિંતવન – મનન થવાથી, એનું અનુપ્રેક્ષણ થવાથી પદાર્થનો સમ્યફ નિર્ણય ધીમે ધીમે પ્રકાશમાં આવે છે. એકની એક વાત જ્ઞાનીપુરુષ પાસેથી આપણે વારંવાર સાંભળી હોય, વારંવાર વાંચી હોય, વિચારી હોય ત્યારે એ પદાર્થનો સ્પષ્ટ નિર્ણય આપણને થઈ જાય છે. અંદરમાં બે ધારાને જુદી પાડે એ બોધબીજ કહેવાય છે. આત્માનો ભાવ એટલે જ્ઞાનભાવ. એ કર્મધારા અને જ્ઞાનધારાને અંદરમાં જુદા પાડનારો છે. તેને બોધબીજ કહેવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રક - પરપમાં જણાવે છે,