________________
૩૫૫
ક્ષમાપના નિગ્રંથ ગુરુની જ પ્રરૂપણા કરી છે. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૧ માં પરમકૃપાળુદેવે મૂક્યું કે “કાઇસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે.” બીજે તો છે નહીં અને તે પછી એમણે લક્ષણો બતાવ્યા એમાં કહ્યું છે કે સર્વ પ્રકારના રાત્રિભોજન ત્યાગ્યા હોય, કંચનકામિનીને ત્યાગ્યા હોય, સત્યાર્થ તત્ત્વના ઉપદેશક હોય, નિગ્રંથપંથ પાળતા કાયર ના હોય વગેરે. નિગ્રંથ મુનિનું આ વર્ણન છે. પરમકૃપાળુદેવે કોઈ જગ્યાએ સરાગીને ગુરુ માનવા એવું ક્યાંય નથી લખ્યું અને કોઈ શાસ્ત્રોમાં પણ એ નથી લખ્યું. પણ, અત્યારે દષ્ટિરાગ અને અજ્ઞાનતાના કારણે આનો પ્રચાર-પ્રસાર બહુ વધી ગયો છે. એટલે જીવો ગૃહિત મિથ્યાત્વમાં ફસાયેલા છે અને અજ્ઞાની ગુરુ એમને સમકિતની લ્હાણી કરે છે ! એ કહે છે કે ભાઈ ! હવે તમારું કામ થઈ ગયું. તમે આમને માનો છો ને બસ! હવે તમારે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી અને કંઈ કરવાની જરૂર નથી. કોઈ આગમમાં સગ્રંથને નિગ્રંથ ગુરુ તરીકે માનવા એવું લખ્યું હોય તો મને બતાવો, કોઈ જગ્યાએ નથી લખ્યું, પરમકૃપાળુદેવે પણ નથી લખ્યું. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી લખ્યું કે, “અમે તમારા ગુરુ છીએ અને તમે અમારા શિષ્ય છો આવો ભાવ અમે ક્યાંય પ્રદર્શિત નથી કર્યો.”
હવે એના બદલે આ પરંપરાઓ ખૂબ ચાલી. આ મોટું નુક્સાનકારક થયું. હવે આ પ્રથા નીકળવી અઘરી છે. ઘણા સમયથી ઘુસી ગઈ છે અને મોટાભાગના જીવોને દઢ થઈ ગયેલી છે, એટલે હવે સાચી શ્રદ્ધામાં આવવું અને સાચી શ્રદ્ધા અનુસાર વર્તવું, આચરણ કરવું એ દરેક માટે શક્ય નથી; કોઈક જીવ આચાર્ય ભગવાનના વચનો પર શ્રદ્ધા રાખીને કરી શકે અને છૂટી શકે. આવા દેવ, ગુરુ, ધર્મની ઓળખાણ કરાવે તો તે ઉપકારી, નહીં તો ઉપકારી પણ નહીં, પણ અપકારી. કોઈને મહાવ્રત લેવા છે તો એ સરાગી ગુરુ પાસે જાય તો લઈ શકે? તો સરગી ગુરના ફોટા રાખીને આપી શકાય? કોઈને બ્રહ્મચર્યનો નિયમ આજીવન લેવો હોય તો એ કોની પ્રતિમા સમક્ષ આપી શકાય? વીતરાગ ભગવાન હોય અથવા નિગ્રંથ આચાર્ય, સાધુ ભગવાન હોય, પંચપરમેષ્ઠિ હોય, એની સાક્ષીમાં તમે લઈ શકો કે આપી શકો. બાકી બીજા કોઈના ફોટા સમક્ષ આપો કે લો એ પણ પરંપરાનું ઉલ્લંઘન છે.
આ જુઓ! આ મિથ્યાત્વના કેવા ઊંડા કર્મ છે કે જેના કારણે આ જૈનદર્શનમાં આવ્યા પછી પણ વિપરીત દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાને જીવે દઢ કરી.
સાહૂલગુત્તમા છે, શ્રાવક લગુત્તમામાં આવતા નથી. આત્મજ્ઞાન સહિત મુનિ ઉત્તમ છે, આત્મજ્ઞાન સહિત શ્રાવક નહીં. તો, હંમેશાં આપણો આદર્શ વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ