________________
૩૫૮
ક્ષમાપના સાહેબ આ ! ગમે ત્યાં તમે જશો; આવો માલ તમારા હાથમાં ક્યાંય આવશે નહીં. પરમકૃપાળુદેવના વચનોનો યથાર્થ બોધ સાચી સમજણસહિત મળવો એ પરમ દુર્લભ છે પ્રભુ! અને આમાંથી પણ હું સમજું છું કે શ્રદ્ધા કરનારા એક ટકો પણ જીવ નહીં હોય. અહીં સાંભળનારા કે આની સી.ડી. સાંભળશે એમાંથી એક ટકા જીવને પણ શ્રદ્ધા થાય તો હું સમજીશ કે મારી મહેનત લેખે લાગી. અરે ! એકાદ જીવ નીકળે તો પણ ઘણું છે.
મુમુક્ષુ : પંચમકાળના અંત સુધી માર્ગ ખુલ્લો છે? સાહેબ ખુલ્લો છે, મુનિઓ પણ થવાના છે.
મુમુક્ષુ : શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ ના મળે ત્યાં સુધી સલ્ફાસ્ત્રોનું સેવન કરવું?
સાહેબ શાસ્ત્રોમાં કહ્યું છે કે વાઘ સારો, અગ્નિ સારો, સર્પ સારો પણ આ કુગુરુ એના કરતાં વધારે ભયાનક અને નુક્સાનકારક છે.
મુમુક્ષુ જે ખૂટે લાગેલા છે એ હજી પણ કંઈક કલ્યાણ કરી શકે ?
સાહેબઃ હા, જે ખૂટે લાગેલા છે તે. આપણે એમ કહીએ કે હું પરમકૃપાળુદેવને માનું છું, પણ ખરેખર તો એમણે જે કહ્યું છે, જે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે એ માનવાનું છે. બીજે ક્યાંય બહુ દોડાદોડ ના કરવી.
હમણા મુંબઈમાં આનો વિરોધ ચાલે છે. આ કૃપાળુદેવની ટિકિટો અને પૈસા બહાર પાડ્યા એનો મુંબઈમાં વિરોધ ચાલે છે, કાલે જ મારી ઉપર ફોન આવેલો.
મને કહે મોટી આશાતના થશે. કેમ કે એ નોટ પછી કસાઈઓના હાથમાં જશે, દારૂડિયાઓના હાથમાં જશે, સપ્ત વ્યસનીઓના હાથમાં જશે, પગ નીચે આવી શકે છે. એટલે એ આશાતના છે. ત્યાંથી મને બે-ત્રણ ફોન આવ્યા. મેં કહ્યું કે ભાઈ! આગળ વધવું નથી, જેનું જે થાય એ બરાબર છે. કાળ છે એ પ્રમાણે રહેવાનું અને થવાનું અને આપણે પરિણામને કલુષિત નહીં કરવા, આપણે ખસી જવું. પણ આ પરંપરા બરાબર નહીં, એમ કહે છે. કોઈ દિગંબર મુનિ કે ભગવાનના ફોટા પણ ટિકિટમાં કે પૈસામાં કે ક્યાંય ના હોવા જોઈએ. એની આશાતના થાય છે અને એટલે આપણને એમ લાગે કે પ્રભાવના કરી છે પણ વિવેક વગરની પ્રભાવના પણ અહિતનું કારણ થાય, હિતનું કારણ ના થાય.