________________
૧૨૮
શું સાધન બાકી રહ્યું ? સમજે તો સહજમાં મોક્ષ છે નહીં તો અનંત ઉપાય પણ નથી. જે સમજ્યા તે સમાઈ ગયા. *
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫ તો, સમજીને સ્વરૂપમાં સમાઈ જવું એ જ મોક્ષમાર્ગ છે.
કાયાની વિસારી માયા. સ્વરૂપે સમાયા એવા. નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' કાયાની વિસારી માયા એટલે જેમણે દેહાધ્યાસ છોડ્યો અથવા છૂટ્યો તે સ્વરૂપમાં સમાયા. એવા બાહ્યાંતર નિગ્રંથ રત્નત્રયધારી મુનિ તે સાચા મોક્ષમાર્ગી છે. “નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” “અપૂર્વ અવસર' માં પણ એ જ ભાવના ભાવી છે કે,
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. અપૂર્વ. ૧
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર બહારમાં અને અંદરમાં બન્નેમાં નિગ્રંથપણું જોઈએ. જગતના જીવો તો સંસારની પ્રવૃત્તિઓમાં અને ભોગોની અંદરમાં ગળાડૂબ છે, બહારના પદાર્થોને ભેગા કરવામાં અને ભોગવવામાં જ પોતાનો કિંમતી સમય અને આખી જિંદગી વેડફી નાંખે છે અને ફળસ્વરૂપે અધોગતિમાં ચાલ્યા જાય છે. આપણી ભૂમિકા અનુસાર આપણે સાધના કરવાની છે. શ્રદ્ધામાં ૯૯.૯૯% પણ નહીં ચાલે, પૂરા ૧૦૦ ટકા જોઈએ. આચરણમાં ચાલશે. કારણ કે, ત્યાં પોતાની શક્તિ અનુસાર છે.
પરમકૃપાળુદેવ આપણને અહીં જગાડે છે કે તમે અનંતવાર આટલી બધી સાધના કરી તો હજુ સુધી તમારા હાથમાં આત્મા કેમ ન આવ્યો? તમને આત્માનો અનુભવ કેમ ના થયો? તમને આત્માની શાંતિ કેમ ના થઈ? તમે કૃતકૃત્ય કેમ ના થયા? આટલી બધી સાધના આટલા