________________
શું સાધન બાકી રહ્યું ?
૨૧૯ વસ્તુને માને છે, પણ વસ્તુને જાણી કોણે? એને તો માન. એને જીવ માનતો નથી. સનાતન સ્કુરિત એટલે ઉપયોગ ૨૪ કલાક અનાદિકાળથી અનંતકાળ સુધી પ્રગટછે, સ્કુરાયમાન છે. આ આત્મા દેહથી પણ જુદો છે. દેહ તે આત્મા નથી. દેહ તે આત્માનું સ્વરૂપ નથી. દેહતો જડ છે. આત્મા ચેતન છે. સુખ આત્મામાં છે, દેહમાં નથી. જડમાં ક્યાંથી સુખ હોય? છતાં આપણી દેહદૃષ્ટિ છે. હજી દેહને સંભાળવાનો આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. ઈડરમાં આઠ એકાસણાં કર્યા તો ઓહોહો ! આખી જિંદગી ગાયા કરશો કે મેં ઈડરમાં આઠ એકાસણાં કર્યા. અરે બાપુ! તું અનાહારી આત્મા છો એને યાદ કર ને !
તેજસ અને કામણ શરીરથી પણ જુદો છું. આ ૩ પેકીંગમાં આત્મા છે. બહાર દેહનું પેકીંગ છે. પછી અંદરનું પેકીંગ કાર્મણ શરીરનું એટલે કે આઠ કર્મોનું છે અને ત્રીજું પેકીંગ કર્મના નિમિત્તથી થતા વિભાવોનું છે અથવા તૈજસ શરીરનું છે. આ નોકર્મ, તેજસ શરીર, કાર્પણ શરીર અને પછી ભાવકર્મ એટલે કે વિભાવ - તેનાથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરો કે આ દેહથી પણ હું જુદો છું, કર્મોથી પણ જુદો છું, વિભાવથી પણ જુદો છું. સર્વથી હું જુદો છું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન, અસંગ અને એકાકી. સર્વથી એટલે જગતના તમામ પદાર્થોથી. પહેલા આ દૃષ્ટિને સાધ્ય કરો. આ પ્રેક્ટીકલ સાધના કરો. આવી રીતે આત્માને એકાકી ધ્યાવો કે આ બધાયથી હું જુદો છું. હું તો ત્રણે કાળમાં એકાકી છું. બધાંય પદાર્થોને મારી સાથે સંયોગ સંબંધ છે, એકત્વ સંબંધ નથી. એ પદાર્થોના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક થાય છે તે બતાવે છે કે તે હજી એમાંથી મમત્વબુદ્ધિ, એકત્વબુદ્ધિ ત્યાગી નથી.
કોઈ ઈષ્ટ વસ્તુનો વિયોગ થઈ જાય અથવા અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય, તો આપણને અંદરમાં અનેક પ્રકારના વિકલ્પો ઊભા થાય છે. એના હોવાથી ઈષ્ટ થયું અને આ ન હોવાથી અનિષ્ટ થયું, આવી કલ્પના કરી તે હર્ષ-શોક કર્યો, તે પરમાં તાદાભ્યતાની નિશાની છે. તો, પહેલા અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરો. પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો.
આત્મા ત્રણે કાળમાં એકાકી છે. એનું કોઈ નથી પ્રભુ! અનેક આત્માઓ છે, પણ એ બધા આપણાથી જુદા છે. તે સિવાયના અન્ય જડ છે, એ તો જુદા છે જ. આમ કરતા કરતા અકિંચન ભાવના, એકત્વભાવના તમારી દઢ થશે. તો તમને ખ્યાલ આવશે કે, સ્વરૂપના આશ્રયે જ કલ્યાણ છે, બીજાના આશ્રયે મારું કલ્યાણ નથી. વારંવાર એવી ભાવના કરતા સ્વરૂપનો આશ્રય કરવાનો ઉગ્ર પુરુષાર્થ તમારો ચાલુ થશે. આ ભેદવિજ્ઞાનની પ્રક્રિયા, પ્રેક્ટિકલી તમારી ચાલુ થશે. થિયરીકલ બહુ વાંચ્યું, બહુ સાંભળ્યું, બીજાને કહ્યું, હવે પ્રેક્ટિકલ આવ્યું.