________________
૧૪૨
શું સાધન બાકી રહ્યું ? ઉજવો. પણ જેને જે પ્રકારનો બોધ શરૂઆતથી મળ્યો તે પકડ્યો ને લાંબા સમય સુધી એને ધારી રાખ્યો ને દઢ કર્યો. હવે એ પ્રકારની માન્યતા છોડીને સાચા તત્ત્વની માન્યતામાં આવવું એ એના માટે પરમ વિકટ કાર્ય છે. વળી, પંચમકાળ છે એટલે અનેક મતમતાંતરો આ પૃથ્વી ઉપર રહેલા છે.
મત મદિરાકે પાનસે, મતવારા સમજૈન.
– શ્રી સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ગચ્છના ભેદ બહુ નયળ નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિનિજ કાજ કરતા થકા, મોહનડિયા કલિકાલ રાજે.
–શ્રી આનંદઘનજી કૃત શ્રી અનંતનાથજિન સ્તવન દરેક જૈનને પણ એમ થાય છે કે અમે જે ધર્મ સેવીએ છીએ તે જ સાચો છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેમના પણ પેટાભેદમાં પોતપોતાનો ધર્મ જ સાચો લાગે છે. વળી, ગુરુઓ પણ એમને પકડે કે જો જો, આમાંથી આઘાપાછા ન થતાં, નહીં તો પછી મારી જવાબદારી નહીં. એટલે બિચારો બાળી ભોળો જીવ એને જ પકડી રાખે. અમે સાચા છીએ અને બીજા ખોટા છે એ માન્યતાના કારણે ખોટાઓ પ્રત્યે તેમને દ્વેષભાવ રહેવાનો અને સાચા પ્રત્યે રાગ. એટલે રાગ-દ્વેષની પેદાશ વધી ગઈ અને વીતરાગતા અંદરમાંથી ખસી ગઈ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
– શ્રી પુષ્પમાળા - ૧૫ એ જ સાચો ધર્મ છે. સંસારમળ એટલે કર્મમળ. કર્મમળનો નાશ તો રત્નત્રયના અભેદ પરિણામ સિવાય ના થાય અને રત્નત્રયના અભેદ પરિણામ આત્માના સ્વરૂપના આશ્રય વગર ના થાય અને આત્માનો આશ્રય યથાર્થ બોધ વગર ના થાય અને યથાર્થ બોધ આત્મજ્ઞાની વગર મળે નહીં. આ એનો ક્રમ છે. તો એ કમને બરાબર પકડવો અને સાપેક્ષપણે બધાનો સ્વીકાર કરવો. કોઈપણ જીવ સાદૂર્વાદ દૃષ્ટિ વગર આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. સાચો સમભાવ સ્યાદ્વાદદષ્ટિવાળાને રહેવાનો. સ્યાદ્વાદષ્ટિ એટલે અપેક્ષાથી બધાનો સ્વીકાર અને બધાય ધર્મનો સ્વીકાર, બધી વ્યક્તિઓનો પણ સ્વીકાર અને બધા પ્રકારની સાધનાનો પણ અપેક્ષાથી