________________
શું સાધન બાકી રહ્યું ? જે થાય છે એ બધું બરાબર છે. તમે તમારા ઉપયોગમાં આત્માને પકડી રાખો તો તમને કોઈ નુક્સાન પહોંચાડી શકે એવું નથી. ગમે તેવા ઉદય હોય કે નિમિત્ત હોય પણ, જેમ જેમ ઉપયોગની કળા શીખીએ છીએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થાય છે, વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે, હેય-જ્ઞેય-ઉપાદેયનો વિવેક આવે છે તેમ તેમ એ જીવની શાંતિ વધતી જાય છે. કેમ કે, તેણે યથાર્થ માર્ગ પકડ્યો છે. તત્ત્વથી, સિદ્ધાંતથી વિરુદ્ધ ભાવો કે વર્તન થાય છે તો અશાંતિ થાય છે. ભલે એ કોઈ શુભ ભાવરૂપ હોય કે અશુભ ભાવરૂપ હોય, પણ બન્નેમાં અશાંતિ છે.
૧૭૨
એક વખત અમે એક મંદિરમાં પૂજા કરતા હતા, ભક્તિ કરતા હતા. ત્યાં એક બીજા ભાઈ પણ ભક્તિ કરવા, પૂજા કરવા આવ્યા અને અમારા કરતા ડબલ મોટેથી બોલવા માંડ્યા. એટલે અમારો અવાજ ઢંકાઈ ગયો ને એનો અવાજ બધા સાંભળે. એટલે મેં બધાને કહ્યું કે આપણે એને સાંભળો, આપણે તો ભક્તિ જ કરવી છે ને ! તો એ બોલે ને આપણે સાંભળીએ. એટલે અમે બધા બંધ થઈ ગયા. એટલે પેલા ભાઈને થયું કે મારા કારણે આ બધાએ આમ કર્યું. એટલે તેમણે અમને પૂછ્યું કે, તમે કેમ બંધ કર્યું ? મેં કહ્યું કે તમારી ભક્તિ એટલી બધી સરસ છે કે અમારી ભક્તિનો કોઈ ક્લાસ નથી. એટલે દરેકમાં પોઝીટીવ થિંકીંગ રાખો, નેગેટીવ થિંકીંગ નહીં. કાંઈપણ બન્યું છે તેમાં પોઝીટીવ થિંકીંગ રાખો તો સંઘર્ષ નહીં થાય. નેગેટીવ થિંકીંગમાં સંઘર્ષ બહુ થાય છે અને જ્યાં સંઘર્ષ થાય ત્યાં રાગ-દ્વેષ થવાના અને રાગ-દ્વેષ થવાના ત્યાં આત્માની શાંતિ હણાઈ જવાની. આ પ્રેક્ટીકલ સાધના છે. પુસ્તક વાંચીને સાધના કરીએ એ અલગ છે. આ જીવન જીવવાની પ્રેક્ટીકલ કળા છે. માટે, સંઘર્ષમાં ના ઉતરો. સંઘર્ષ હોય ત્યાંથી ખસી જાવ. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેના માટે સંઘર્ષ મહાનુક્સાનકારક છે. બધી જગ્યાએ બધું ચાલે છે. અનેક પ્રકારની વિપરીતતાઓ ચાલે છે, કેટલી જગ્યાએ સંઘર્ષ કરશો ? માટે, આ મર્મ જ્યારે ગુરુના બોધ દ્વારા સાંભળીએ છીએ અને પછી આપણે તેને પ્રયોગમાં ઉતારીએ છીએ, ત્યારે આપણને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.
અશાંતિ કેમ થતી હતી ? કે મનમાં જે હતું એને અનુરૂપ બહારમાં કાર્ય ના થયું કે બનાવ ના બન્યો, એની અશાંતિ હતી. જેમ બનવાનું હતું એમ બન્યું, એ સાચું સમજવાથી અશાંતિ હવે નીકળી ગઈ અને એમ બને તોય આત્માને કોઈ લાભ-નુક્સાન નથી અને એમ ના બન્યું તોય આત્માને કોઈ લાભ-નુક્સાન નથી. તો, હર સમયે જે જે તનાવ થાય છે, ત્યાં તમે ઉપયોગ જોડો છો, એટલે તમારી અંદરમાં તનાવ આવી જાય છે. એ તનાવ આવવાનું કારણ તમે ત્યાં આગળ તાદાત્મ્ય થઈ ગયા છો. તો, પરમાં તાદાત્મ્યતા વગર તનાવ નથી આવતો