________________
૨૦૦
શું સાધન બાકી રહ્યું? સત્સંગ ભક્તિ પૂરા થયા અને કહ્યું કે તમે બધા અહીં ડુંગર ઉપરથી નીચે ભૂસકો મારો. જોવું હતું કે કોણ તૈયાર થાય છે? કારણ કે ભૂસકો મારે તો જાનને જોખમ. આટલા મોટા ડુંગર ઉપરથી ભૂસકો મારે તો શું થાય? પણ, બધાંય ઊભા થઈને કછોટો વાળીને દોડવા માંડ્યા. એટલે જેસીંગબાપા કહે કે ઊભા રહો. એટલે બધા ઊભા રહી ગયા. પછી બધાને કહ્યું કે બેસી જાવ. મેં જોઈ લીધું કે તમે આજ્ઞાંકિત છો.
તો, આજ્ઞા એટલે પોતાના સ્વચ્છંદનો સંપૂર્ણપણે ત્યાગ કરી અનકંડીશનલ સરેન્ડર સ્વીકારવું. બાર્ટર સિસ્ટમ નહીં કે તમે આમ કરો તો હું આમ કરું. એ બધો વાણિયાઓનો વેપાર છે. માટે, શરત વગરની અર્પણતા તેનું નામ આજ્ઞાંકિતપણું કહેવાય છે. જ્યારે પોતાના આત્મામાં વાસ થશે ત્યારે આત્મા આવો આજ્ઞાંકિત બનશે. અનાદિકાળમાં અનંતવારસપુરુષો મળ્યા છે, ભગવાન પણ મળ્યા છે. પણ તે વખતે આજ્ઞાંકિતપણાની આપણી પાત્રતા નહોતી, એટલે આપણું કાર્યના થયું. પૂર્વના ભવમાં આપણને અનંતીવાર જ્ઞાનીઓ મળ્યા છે, અનંતવાર મનુષ્યભવ પણ મળ્યો છે, પણ એક ભવમાં સાચું આજ્ઞાંકિતપણું થયું નહીં. જો પુરુષ સાચા હોય અને જીવ આજ્ઞાંકિત હોય તો તેને આત્મજ્ઞાન થયા વગર રહે નહીં. ના થાય તો બેમાંથી એક ખોટો છે. માટે, ગમે ત્યારે પણ આજ્ઞાને આરાધ્યા વગર કલ્યાણ નથી.
સપુરુષની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે અને એ જ સર્વસાધનાનો સાર છે. પગ દબાવવા એ સારું છે, પણ પર્યાપ્ત નથી. બીજી સેવા કરવી એ સારું છે, પણ પર્યાપ્ત નથી. એક આજ્ઞાનું આરાધન થાય એમાં સર્વ પ્રકારની સેવાઓનો સમાવેશ થઈ જાય છે. માટે પહેલાં જ્ઞાની થવાનો નહીં, પણ આજ્ઞાંકિત થવાનો પ્રયત્ન કરો. જ્ઞાન તો સહજમાં થશે. એવું આજ્ઞાંકિતપણું પાત્રતા વગર આવતું નથી. આજ્ઞાંકિત એટલે “વાળ્યો વળે જેમ તેમ.” જેમ સોનાને તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય, એવી રીતે શિષ્યને ગુરુ જેમ વાળે તેમ વળે. જેમ બોધે તેમ ચાલે, જેમ કહે તેમ શ્રદ્ધે અને એ પ્રમાણે આચરે. શ્રદ્ધ, માને અને આચરે, તો તેનું કાર્ય સિદ્ધ થઈ જાય. અનાદિકાળથી આપણી આ ભૂલ રહી ગઈ છે.
જેમ હાથી અંકુશથી વશમાં રહે તેમ સાધક આજ્ઞારૂપી અંકુશથી વશમાં રહે છે. જુઓ! આવડો મોટો હાથી ધારે તો મહાવતને ફેંકીને પગની નીચે કચડી નાંખે, પણ અંકુશના કારણે એની બધી શક્તિ કેન્દ્રિત થઈ, આજ્ઞાંકિતપણે ધારેલી દિશામાં માલિકને લઈ જાય છે. તેમ આત્મા આજ્ઞાંક્તિ હશે તો આત્માને ધારેલી દિશાએ લઈ જઈ શકાય છે અને કાર્ય સિદ્ધ કરી શકાય છે. આમ, જીવ ક્રમે ક્રમે બહિરાત્મામાંથી પરમાત્મા બની જાય છે. માટે, આજ્ઞાંકિત