________________
૭૪
ભક્તિના વીસ દોહરા કર્યું અને આને છોડી દીધું. ઊંધું કર્યું. “અહંભાવથી રહિત નહીં એટલે પરમાં હું પણું અને મમત્વપણું એ મારો ભાવ હજી છૂટતો નથી તેમજ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે દઢતા કરવી જોઈએ, એની પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરવો જોઈએ તે હજુ મારાથી થતો નથી. મન, વચન અને કાયાથી ધર્મ આરાધવાનો છે. જે જ્ઞાનીઓનો બોધ છે, જે તત્ત્વનું સ્વરૂપ છે તેનું ચિતવન કરવું. વાણી દ્વારા પણ એ ધર્મની વાતો વારંવાર બોલવી અને કાયા દ્વારા પણ તેનું આરાધન કરવું. ‘ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” ત્રણે યોગને ધર્મમાં રોકવાના છે તેના બદલે મન-વચન-કાયા દ્વારા સંસારની વૃદ્ધિ થાય એવા કાર્યોમાં, એવા ભાવોમાં, એવા આચરણમાં પ્રવર્તે છે. એટલે આ ધર્મ મન-વચન-કાયા દ્વારા પોતે કરવો અને બીજાની પાસે કરાવવો અને કોઈ કરતું હોય તો તેને સારો જાણવો, તેની અનુમોદના કરવી.
હે પ્રભુ! આ કાર્ય મારાથી થતું નથી. પણ જે કોઈ કરે છે તેની હું અનુમોદના કરું છે. નવ કોટીથી – મનથી, વચનથી, કાયાથી, કૃત, કારિત અનુમોદનથી ધર્મ કરવો. એવી રીતે ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે. બીજી વાતો કરવા કરતાં ધર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોવીસ કલાકમાં આપણે બીજી વાતો કેટલી કરીએ છીએ તે જુઓ ! એ આપણી અજાગૃતિ છે, અજ્ઞાન છે, પ્રમાદ છે. સત્સંગની વાતો કરીએ. જ્યાં જઈએ ત્યાં આ કાર્ય કરવાનું. કોઈ પૂછે કે સાહેબ! વેવાઈના ઘરે જઈએ તો એ તો આત્માનું નામ પણ નથી સાંભળે એવા! તો શું કરવું? અમુક સગાં-સંબંધીના ત્યાં જઈએ તો એમને સત્સંગની વાત ગમે જ નહીં. તો પછી શું કરવું હવે? તો એમના ઘરે જવાનું બંધ કરવું. આપણે એમની વાત સાંભળવી એવું થોડું છે? આત્માનો લાભ કરવો હોય તો ગમે ત્યાંથી પણ આત્માનું હિત થાય એ પ્રકારની જાગૃતિ રાખવી જોઈએ અને લાગે કે આ નથી થાય એવું તો મૌન રહીને ખસી જવું. કોઈ બીજી વાતો કરતું હોય તો કરવા દેવી, પણ આપણે અંદરમાં નવકારમંત્રના જાપ કરવા. બીજું શું થાય?
ચોથા આરામાં ઘણા સપુરુષો વિચરતા હતા, તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. ચોથા આરામાં તો જ્ઞાનીઓનો યોગ ઘણો થતો અને ભગવાન પણ સાક્ષાત્ વિચરતા. રત્નત્રયધારી મુનિઓ પણ હતા અને સમ્યક્દષ્ટિઓની સંખ્યા પણ ઘણી હતી. એટલે એમનો બોધ ઠેર ઠેર આપણને પ્રાપ્ત થાય. આ કાળમાં તો મહાપુણ્ય હોય તેને ક્વચિત્ મળે. આ હુંડાવસર્પિણી કાળનો પંચમકાળ છે, જે ધી છે. અનંત ચોવીસી જાય ત્યારે આવો કાળ આવે છે. આ કાળમાં જ્ઞાનીઓ કે એમનો બોધ પ્રાપ્ત થવો એ પરમ દુર્લભ છે. મહાપુણ્યનો ઉદય હોય તો આવો યોગ મળે. વર્તમાનમાં ઠેર ઠેર વિકથા અને અનેક પ્રકારના પ્રમાદ થાય એવા નિમિત્તો મળે છે અને