________________
૧૯૬
શું સાધન બાકી રહ્યું ? સદેવ-ગુરુ-ધર્મમાં જ લાગી રહે, વારંવાર આત્માની ભાવના ભાવી હોય ત્યારે આત્મા પ્રગટ જણાય.
દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૩૦ વારંવાર આ જ કરવાનું છે. બીજા કાર્યમાં દોડાદોડ કરીએ છીએ એટલે પાછી આ અંદરની ધારા તૂટી જાય છે. જે અનુસંધાન હતું, સંધિ હતી એ બધી તૂટી જાય છે, ધોવાઈ જાય છે. એટલે બે-ચાર મહિના ઈડર જેવા એકાંત સ્થળે રહી દઢ સાધના કરી લો. ઘર ક્યાંય જવાનું નથી, મિલકત પણ ક્યાંય જવાની નથી અને તમારા કરતાં વિશેષ ઘણા છે. એ બધી કળા એમની પાસે તમારા કરતા વધારે છે. આપણને ચિંતા થાય કે હું નહીં હોઉં તો છોકરાઓનું શું થશે? સૂનું મૂકીને આવ્યો છું. અરે બાપુ! તારો આત્મા અનાદિકાળનો સૂનો છે, તેનું ધ્યાન રાખને ! અને જ્ઞાનીના બોધમાં જ, જ્ઞાનીના ચરણમાં વૃત્તિ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ થાય. વૃત્તિને બહારમાં જતી રોકી આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. વૃત્તિ એટલે ઉપયોગ.
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ-ગેહ. ઋષભ. ૫
– શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન વ્યવહારથી પરમપુરુષ એટલે કેવળજ્ઞાની તીર્થકર અને નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા. તો, વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો વિચારીને કરે ત્યારે થાય.
કર વિચાર તો પામ. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૯ આ દવા છે. જ્ઞાનીપુરુષનું શરણ હશે તો જ તે બની શકશે. તો જ તે બની શકશે. જ્ઞાનીપુરુષનું શરણ ના હોય અને કામ થાય એવું કોઈનું બન્યું નથી, બનતું નથી અને બની શકે એવી કોઈ શક્યતા પણ નથી. ચત્તારિ શરણમાં જ્ઞાનીનું જ શરણું છે, બીજું કોઈ વ્યવહારથી