________________
૬૨૨
ત્રણ મંત્રની માળા
જોતાં બાકીનું બધું ૫૨ જણાય છે. અરીસાની સામે તમે ઊભા છો, તો તમે અરીસાને જુઓ છો કે તમને જુઓ છો ? આત્માને ૫૨ સાથે જાણવા-જોવાનોય સંબંધ નથી અને તમે ૫૨ સાથે કેટલા સંબંધો બાંધી બેઠા છો ! પછી તમે કહો કે સાહેબ ! હું વીસ વર્ષથી સાધના કરું છું, પણ હજી કંઈ દેખાતું નથી. અરે ! વીસ વર્ષ નહીં, વીસ લાખ વર્ષ કરે તો પણ નહીં દેખાય. સમજે તો મોક્ષ સહજમાં છે અને નહીં તો અનંત ઉપાયે પણ નથી.
સમજ પીછે સબ સરલ હૈ, બિનુ સમજ મુશ્કિલ.
સમજે તો બધું સહેલું છે. મા ચિંતજ્ઞ – કોઈપણ પ્રકારનું મન દ્વારા ચિંતવન કરવું નહીં. જ્યારે આપણે તો ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે જ બધા ચિંતવનો આવે છે. તમે ટી.વી. જુઓ ત્યારે બીજા કોઈ વિચારો આવતા નથી, પણ ધ્યાનમાં બેઠા તો ચૌદ રાજલોકના વિચારો તમારી અંદરમાં આવ્યા કરશે એ બતાવે છે કે વર્તમાનમાં તમારી યોગ્યતા કેવી છે ? ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારનું ચિંતવન અત્યારે નહીં, ભગવાનનું પણ નહીં. જો કે શરૂઆતની ભૂમિકામાં સદેવ-ગુરુ-શાસ્ત્રનું ચિંતન હોય છે, પછીની ભૂમિકામાં એ પણ નહીં. કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ, વિચાર કે ચિંતવન નહીં. બસ, હવે તેને જોયા કરો. શરૂઆતમાં સવિકલ્પ પ્રમાણે મંત્ર ચાલે છે, ધીમે ધીમે એમાંથી નિર્વિકલ્પ તરફ આગળ વધવાનું છે. તો તેનાથી શું થશે તે કહે છે,
अप्पाअपमिरवओ इणमेव परमहवेजाणं ।
આત્માનો ઉપયોગ આત્માકાર થશે અને ઉત્તમ પ્રકારના ધ્યાનની સિદ્ધિ થશે. કોઈ ડૉક્ટર હાર્ટના સ્પેશ્યાલિસ્ટ હોય, કોઈ મગજના હોય, તો કોઈ પેટના હોય; તેમ તમે સહજાત્મસ્વરૂપના સ્પેશ્યાલિસ્ટ થઈ જાઓ. પણ જ્યાં સુધી જગતના પદાર્થોમાં મોહભાવ, રાગભાવ કે દ્વેષભાવ હશે ત્યાં સુધી સિદ્ધિ નહીં થાય. જેટલા અંશે ઘટશે તેટલા અંશે થશે. સંપૂર્ણ ઘટશે તો સંપૂર્ણ થશે. એટલે એ પણ ‘શ્રી દ્રવ્યસંગ્રહ’ની ગાથામાં આપ્યું છે કે,
मा मुज्झह मा रज्झह मा दुस्सह इट्टणिडुअत्थेसु थिरमिच्छह जड़ चितं विचित्तझाणप्पसिद्धीए ॥ ४९ ॥
મા મુન્ન – જગતના કોઈપણ પદાર્થોમાં મોહ ના કરો. દેહમાં પણ નહીં, કુટુંબમાં
-
પણ નહીં, ઘરવાળામાં પણ નહીં, છોકરામાં પણ નહીં ને છોકરાના છોકરામાં પણ નહીં. ત્યારે અજ્ઞાની જીવ પૂછે છે કે સાહેબ ! તો પછી સંસારમાં મઝા શું આવે ? ત્યારે જ્ઞાની કહે છે કે તને