________________
૨૩૬
શું સાધન બાકી રહ્યું ? જેમ તેનું સ્વરૂપ સમજાતું જશે, જેમ જેમ જ્ઞાનીઓના બોધથી દઢતા આવતી જશે તેમ તેમ તમારો પ્રેમનો પ્રવાહ જગતના પદાર્થો પ્રત્યેથી ઘટી આત્મા તરફ વધતો જશે. ૧૦૦ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ છે તેમાંથી તમે સાંઈઠ-સિત્તેર ટકા તો કુટુંબમાં ને દેહમાં કરી નાખ્યું અને બાકીના પચ્ચીસ-ત્રીસમાં તો પાછા બીજા ઘણાય છે. બધાની સાથે સંબંધ રાખો, ફરજ બજાવો, ઉદય પ્રમાણે જે કંઈ કરવું પડે તે કરો પણ અંદરથી અલિપ્ત રહો. મોસાળમાં ખાવાનું હોય અને મા પીરસનારી હોય તો ઘી ની વાઢી ક્યાં વધારે ઊંધી વળે? દીકરા પર જ હોય ને! એમ આપણો દીકરો આત્મા છે. તો આપણા પ્રેમની વાઢી ક્યાં આગળ નમવી જોઈએ વધારે? દીકરારૂપી આત્મામાં. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં.”
જેમ જેમ પાત્રતા, યોગ્યતા આવતી જશે તેમ તેમ આત્મા પ્રત્યે અને આત્મપ્રાપ્ત પુરુષો પ્રત્યે પ્રેમ વધતો જશે. પછી તમને કોઈનું માહાત્મ નહીં આવે, ફક્ત જ્ઞાનીનું માહાભ્ય આવશે. અમેરિકાના પ્રમુખ “મહાવીરસ્વામી ભગવાનની જય' બોલે તો તમને આનંદ થાય પણ તેમને મહાવીર શું છે એનો ખ્યાલ પણ ક્યાં છે? અને જ્ઞાનીઓ મહાવીર ભગવાનનું માહાસ્ય બતાવે છે તો તેમાં આપણને માહાત્મ થતું નથી, પણ ટ્રમ્પ સાહેબ બોલે તો આશ્ચર્ય કહેવાય. ટ્રમ્પ મહાવીરનું નામ લે છે અને ગાણા ગાય છે એના કારણે મહાવીર મહાન છે કે મહાવીર પોતાની સ્વરૂપદશાના કારણે મહાન છે? દુનિયાના જીવોને ટ્રમ્પનું માહાસ્ય આવે છે, આધ્યાત્મિક જીવોને મહાવીરનું માહાસ્ય આવે છે. ટ્રમ્પ નવાબ શરીફને ના મળે તો તેનું મોટું પડી જાય છે અને મોદીને મળે તો તેનું મોઢું મલકાય છે. કેમ કે, બન્નેને ટ્રમ્પનું માહાસ્ય છે, મહાવીરનું માહાસ્ય નથી. શાલિભદ્રને કહ્યું કે શ્રેણિક રાજા તમને મળવા આવ્યા છે, તો કહે નાંખો વખારમાં! રાજા એટલે શું એવી એમને ખબર નહોતી. એમને એમ કે રાજા એટલે કોઈ વસ્તુ. કારણ કે કોઈ દિવસ બહાર નીકળેલા નહીં. દોમ દોમ સાહ્યબી હતી. દરરોજ નવ્વાણું પેટી સ્વર્ગમાંથી આવતી. રાજાની સંપત્તિ કરતાં તેમની એક દિવસની સંપત્તિ વધારે હતી. કોઈ દિવસ ગાલીચા પરથી નીચે પગ નહોતો મૂક્યો. એમણે માતાને પૂછ્યું કે રાજા એટલે શું? એટલે માતા જવાબ આપે છે કે રાજા આપણો નાથ કહેવાય, આપણા પાલક કહેવાય. “મારા માથે નાથ?' એટલું વિચારતાં વૈરાગ્યમાં સરી પડ્યા અને વિચારવા લાગ્યા કે એવું કર્યું પદ છે કે જેમાં આપણી ઉપર કોઈ ન હોય, તો તે તો એક ભગવત્ પદ જ છે એમ વિચારી, નિર્ણય કરી સમસ્ત સુખ છોડી, દીક્ષા લઈને નીકળી ગયા. જુઓ, કેવા કેવા મહાપુરુષો કેવી રીતે વૈરાગ્ય પામી અને ક્ષણ માત્રમાં નીકળી ગયા છે !