________________
૧૬૨
શું સાધન બાકી રહ્યું ? વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ છે. ઘણી વાર શાસ્ત્રો વાંચીને પણ મિથ્યાત્વના કારણે જીવ ઉન્મત્ત બની જાય છે.
સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે. આઠ મદ છે. તેમાં જ્ઞાનનો પણ એક મદ છે અને તે અજ્ઞાની શાસ્ત્રજ્ઞાનીને હોય છે. જ્ઞાનીને પણ શાસ્ત્રજ્ઞાન હોય છે, મોટા મોટા આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતોને પણ શાસ્ત્રજ્ઞાન હોય છે; પણ જે આત્મજ્ઞાની છે તેમને મદ હોતો નથી. શાસ્ત્રજ્ઞાન તેમને પોતાની સાધનામાં ઉપકારી થાય છે અને જે આત્મજ્ઞાની કે આત્મજ્ઞાનીનો આશ્રયવાન સાધક નથી તેમને શાસ્ત્ર શસ્રરૂપે પરિણમે છે. જે શાસ્ત્રો મોક્ષના નિમિત્તભૂત થવાના હતા તે શસ્ત્રરૂપે પરિણમીને જીવનું પોતાનું અહિત કરી નાંખે છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૮ આ મર્મ જ્યારે આપણને સત્પરષો સમજાવે છે અને તેની પ્રયોગાત્મક સાધના જ્યારે સાધક કરે છે ત્યારે તેના બધાય વિઘ્નો દૂર થઈ, અશાંતિ દૂર થઈ, શાંતિ પ્રાપ્ત કરી, સાચા મોક્ષમાર્ગમાં તે આગળ વધી જાય છે. બસ, પ્રયોગ કરવાનો છે. સાંભળવાથી કલ્યાણ નથી. પ્રયોગ કરીને તેને અનુરૂપ આચરણ થાય તો કલ્યાણ છે. વાંચી જવાથી કે સાંભળી જવાથી કે બોલી જવાથી કલ્યાણ નથી. માત્ર માની જવાથી પણ કલ્યાણ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત હર્ષ, શોક થાય નહીં.
-શ્રીમદ્ રાજચંદ્ર - ઉપદેશ છાયા -૪, પૃ. - ૬૮૭ હાજર થાય તેનું નામ જ્ઞાન છે અને હાજર ના થાય તો જ્ઞાન શેનું? કોઈ વ્યક્તિ કહે કે મારા ઘરવાળા ગુજરી ગયા છે. હવે મારે શું કરવું? શાસ્ત્રમાં લખ્યું હોય તે પ્રમાણે મારે કરવું?
હાજર સો હથિયાર તમારા ઘરે બંદૂક ભરેલી પડેલી છે અને અહીં સામેથી વાઘ આવ્યો તો તમે બંદૂક લેવા ઘરે દોડશો? અરે ! પથરો કે લાકડી જે મળે તે લઈને મારો. એ કદાચ જતો રહેશે. એમાં બંદૂક લાવવાની જરૂર નથી. તમે બંદૂક લેવા જશો તો પહેલા તમને પકડીને ખલાસ કરી નાંખશે. એટલે બનાવ બનતાં પહેલા જ્ઞાન હાજર રહેવું જોઈએ, એનું નામ જ્ઞાન કહેવાય. કોઈપણ બનાવ બને તેના પહેલાં જ્ઞાન હાજર થાય અને જ્ઞાનનું કાર્ય એક જ છે કે જે સારા કે નરસા