________________
૪૫
છ પદનો પત્ર
આ છે કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. એટલે આ છ પદની શ્રદ્ધા છે તે સમ્યગ્રદર્શનનું કારણ છે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ ન થાય. પહેલું એનું કારણ આવે છે અને પછી એનું કાર્ય થાય છે. આ છ પદની શ્રદ્ધા કરવાનું જ્ઞાની પુરુષોએ આપણને કહ્યું છે. ત્રણ પ્રકારના સમક્તિમાંથી પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ તો ચારિત્રદશામાં જેમ જેમ આગળ વધે તેમ તેમ આગળની ભૂમિકામાં આવે.
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૨ જેમ જેમ જીવ આગળ વધતો જાય તેમ તેમ એ દશા આવતી જાય. આ ત્રણ સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે અને જો જીવ વમે નહીં, જાળવી રાખે તો એ જીવ પંદર ભવમાં તો મોક્ષે ચાલ્યો જાય. કોઈ ઉગ્ર પુરુષાર્થી હોય તો એક-બે ભાવમાં પણ જતો રહે, પણ જો બોધ ટકાવી રાખ્યો હોય તો. હવે ટકે ક્યારે? કે અહીં એના દઢ સંસ્કાર રોજે રોજ પાડતો જાય, રોજે રોજ એનું ચિંતન-મનન દ્વારા ધારણાજ્ઞાન મજબૂત કરતો જાય તો એ ધારણાજ્ઞાન ભવાંતરમાં પણ તેની સાથે જાય અને શ્રદ્ધા દેઢ રખાવે છે અને અહીંનું જે અધૂરું કાર્ય રહ્યું તે આગળના ભવમાં પૂર્ણ કરાવે છે. એટલે આવી શ્રદ્ધા તો આ કાળમાં પણ આપણે રાખી શકીએ તેમ છે.
જ્ઞાનીપુરષોએ આપણને જે બોધ આપ્યો છે, તે કાંઈપણ જોયા વગર તે બોધને વળગી, સાધનામાર્ગમાં આગળ ચાલો. એકના એક ક્લાસમાં રહેવાથી કાંઈ લાભ નથી થતો. રોજ આપણી ભૂમિકા આગળ આગળ ચાલવી જોઈએ અને જ્યાં અટકીએ ત્યાં જ્ઞાનીપુરુષના વચનનું અવલંબન લઈ, વળી પાછું બળ વધારી અને જયાં અટક્યા છીએ ત્યાંથી આગળ નીકળવાનું છે. તો, આ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમ્યગ્દર્શન એટલે એ છ પદની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધાં.
તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શન
– શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય - ૧ - સૂત્ર - ૨ આ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન કહેવાય છે અથવા અધ્યાત્મની અપેક્ષાએ દ્રવ્યાનુયોગમાં જોઈએ તો રવ અને પરનું શ્રદ્ધાનું થયું તે સમ્યગદર્શન છે. આત્મા સિવાય